Uncategorized
વ્યાજખોરો સામે કાર્યવાહી ; સિહોર પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે બેકડી ગામે લોકદરબાર યોજ્યો
વ્યાજખોરો સામે કાર્યવાહી ; સિહોર પોલીસે વ્યાજખોરો સામે લોકજાગૃતિ માટે બેકડી ગામે લોકદરબાર યોજ્યો
કોઈ પણ જાતના ડર વિના પોલીસને જાણ કરો : પીઆઇ ગોહિલ
પવાર
સિહોર શહેર અને પંથકમાં ગરીબ અને લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાવી ઉંચાદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે સિહોર પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે. સિહોરમાં ટાણા ઓપીના બેકડી ગામે પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા હોય તો માહિતી આપવા પોલીસે અપીલ કરી હતી. આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ બની છે. આ ઉપરાંત કેટલાક બનાવોમાં લોકો પોલીસ ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને સિહોર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકદરબારનું આયોજન કરાઈ રહ્યું છે. બેકડી ગામે લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં સિહોર પોલીસ મથકના પીઆઈ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં ગ્રામજનો તેમજ બેકડી ગામે નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરો જો હેરાન કરતા હોય અથવા ઉચું વ્યાજ વસુલતા હોય તેની માહિતી પોલીસને આપવા અપીલ કરી હતી અને આવા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પીઆઈએ જણાવ્યું હતું કે વ્યાજખોરોના ડરથી ઘણી વખત લોકો ફરિયાદ કરવા તૈયાર થતા નથી.જેથી પોલીસ દ્વારા લોક જાગ્રતિના ભાગરૂપે લોકદરબાર સહીતના કાર્યક્રમો કરવામાં આવી રહી છે. લોકોને અપીલ છે કે કોઈ પણ વ્યાજખોરોના ત્રાસથી લોકોએ આત્મ હત્યા કરવી જોઈએ નહિ, કોઈ પણ તકલીફ હોય તો કોઈ પણ જાતના ભય રાખ્યા વિના પોલીસનો સંર્પક કરો પોલીસ તમારી મદદ કરવા માટે તત્પર છે. વ્યાજના ચુંગલમાં ફસાઈને લોકો બરબાદ થઇ જતા હોય છે અને આવા વ્યાજખોરોના ત્રાસના કારણે કેટલાક બનાવોમાં તો લોકોએ જિંદગી પણ ટુકાવી લીધી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને અને લોકો આવા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત થાય તે માટે સિહોર પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ શરુ કરી છે અને લોકો જાગૃતિ માટે લોકદરબાર કાર્યક્રમનું આયોજન પણ કરાઈ રહ્યું છે.