Sihor

સિહોર મામલતદાર કચેરી નજીક આવેલ હીરાના કારખાનામાં 1.50 લાખના હીરાની ચોરી

Published

on

ભાવનગર રોડ પર આવેલ ભરતભાઇ ચૌહાણના કારખાનામાં તસ્કરો ત્રાટકયા, કારખાના માંથી 1.50 હીરા અને 17 હજાર રોકડ લઈ તસ્કરો ફરાર

સિહોર શહેરના ભાવનગર રોડ આવેલ મામલતદાર કચેરી નજીક ગત મોડી રાત્રિના સુમારે તસ્કરોએ તરખાટ મચાવી એક હીરાના કારખાનામાં ત્રાડકી કારખાનામાં રાખેલ હીરા અને રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર બન્યા હતા. સવારે સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર ખાતે રહેતા અને ભાવનગર રોડ પર આવેલ હીરાનું કારખાનુ ધરાવતા વેપારી ભરતભાઇ ચૌહાણએ પોલીસ મથકમાં અજાણ્યા શખસો વિરુધ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે

diamonds-worth-1-50-lakhs-stolen-from-diamond-factory-near-sihore-mamlatdar-office

ગત રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખસોએ ભરતભાઈ ચૌહાણના બંધ કારખાનાના મેઇન તાળુ તોડી ઓફિસની અંદર રાખેલ તૈયાર હીરા કિંમત 1.50 લાખ તેમજ 17 હજારની રોકડ રકમ ચોરી કરી ફરાર બન્યા હતા ઉક્ત ચોરીના બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે ઘટનાની જાણ થતા કારખાના માલિક ભરતભાઈ ચૌહાણે સિહોર પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે સમગ્ર મામલે આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૧૫ કલાક સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી

Exit mobile version