Dhasa
ઢસા ગામ કે.વ. શાળામાં માતૃ વંદન અને પિતૃ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો
રઘુવીર
ઢસા ગામ કે.વ. શાળા ખાતે ૧૪ ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ માતૃ વંદન અને પિતૃ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી અને મો મીઠું કરાવ્યું હતું. તથા માતા પિતાના ચરણ સ્પષ્ટ કરી આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રીએ માતૃ પિતૃ વંદનનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે વેલેન્ટાઈન ડે ઉજવણી કરવાની બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ સૌથી ઊંચો પ્રેમ માતા-પિતાનો છે એ બાબત બાળકોને સમજાવવામાં આવી હતી. શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા શાળા શિક્ષક સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી. બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સફળતાપૂર્વ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.