Bhavnagar

ભાવનગર ખાતે શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો

Published

on

પવાર
ભાવનગર ખાતે આવેલ પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના જીવનમાં ઈશ્વર તુલ્ય છે આ વાત સમજે એ હેતુથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે ચાલીસ જેટલા વાલીઓ માતા અથવા પિતા કે માતા-પિતા બંને ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ માતા પિતા નુ શાળા પરિવાર વતી સ્વાગત કરી આ કાર્યક્રમના મહત્વ વિશે તેમજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની વાત કરી હતી.શાળાના એસ.એમ.સી ના અધ્યક્ષ કુસુમબેન અને અન્ય ઉપસ્થિત વાલીઓ,બાળકોએ દિપ પ્રાગટય કર્યું અને શહિદોને પુષ્પાંજલિ અર્પી હતી.શાળાના શિક્ષક ભાવનાબેન સોલંકીએ માતૃપિતૃ પુજન ખૂબ સુંદર રીતે કરાવ્યું હતું.

mother-patri-pujan-day-was-celebrated-in-shree-veer-savarkar-primary-school-no-8-at-bhavnagar

કાર્યક્રમને અનુરૂપ માતા પિતા નું જીવનમાં મહત્વ વિશે શાળા પરિવાર ના શિક્ષક મૌલિકભાઈ જોષીએ વાત કરી હતી.શાળાના બાળકોએ પણ માતાપિતાનું મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં જ્યારે બાળકોએ પોતાના માતા પિતાની આરતી કરી અને પ્રદક્ષિણા કરી ત્યારે વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘણા વાલીઓ અને બાળકોની આંખોમાં આંસુ આવી ગયા.આ કાર્યક્રમનું સંચાલન અલ્પાબેને કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે ભાવનાબેને આયોજન કર્યું હતું અને ગૌતમભાઈ, રમેશભાઈ સહિત શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Exit mobile version