Sihor

સિહોર નગરપાલિકાના કર્મચારીઓના પગાર મામલે દેખાવો ; ઉગ્ર રજુઆત ; અચોકકસ મુદતની હડતાલ પર જવાની ચિમકી

Published

on

પવાર – બુધેલીયા

હડતાલને લઈને વહિવટીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થાય તેવી દહેશત, અનેક રજુઆત છતાં કર્મચારીઓના પગાર માટે વલખા, આવતા દિવસોમાં નવાજૂની થવાના એંધાણ

સિહોર નગરપાલિકાના સફાઈ કામદાર તેમજ રોજમદાર કર્મચારીઓ ગત ત્રણ માસના પગારથી આજની તારીખ સુધી વંચિત રહ્યા હોય પાલિકા તંત્રની પગારની અનિયમીતતાના વિરોધમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા અચોકકસ મુદતની હડતાલના મંડાણ થાય તેવી દહેશત ઉભી થઇ છે આજે બપોરના સમયે પાલિકા ખાતે ઉગ્ર રજુઆત અને કર્મચારીઓએ દેખાવ કર્યો હતો અને અચોકકસ મુદતની હડતાલ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી, સિહોર નગરપાલિકાના સફાઈ કામદારો, આરોગ્ય, વોટર વર્કસ, ડ્રેનેજ સહિતની અન્ય શાખાઓના કર્મચારીઓ છેલ્લા ત્રણ માસથી પગારથી વિહોણા રહ્યા હોય

Demonstrations regarding salaries of employees of Sihore Municipality; vehement presentation; Chimki to go on indefinite strike

તેના વિરોધમાં આજે બપોરના સમયે સફાઈ કામદારોએ દેખાવ કરી સૂત્રચાર કર્યા હતા અને આ કર્મીઓ આવતા દિવસોમાં સજજડ હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારતા પાલિકાની સમગ્ર વહિવટીય કામગીરી ખોરંભે પડે તેવી દહેશત ઉભી થઇ છે ત્યારે હાલના ચીફ ઓફિસર ચોકસાઈપૂર્ણ વહિવટ કરવામાં નિષ્ફળ ગયા હોય કર્મચારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. સિહોર નગરપાલિકામાં આમતો છેલ્લા વર્ષોથી કર્મચારીઓના પગારની અનિયમિતતાઓ ચાલી રહી છે તેમાં  જે તે પાલિકાના વહીવટકર્તાઓની કાર્ય પધ્ધતિની આવડતનો ભોગ કર્મચારીઓ બની રહ્યા છે.

Demonstrations regarding salaries of employees of Sihore Municipality; vehement presentation; Chimki to go on indefinite strike

કર્મચારીઓ પગારની અનિયમિતતાના કારણે પાયમાલ બની ચૂક્યા છે. પાલિકાના નાના કર્મચારીઓ ઉધાર અને લોનના હપ્તાઓથી ગાડુ ગબડાવતા હોય છે અને નિયમિત પગાર ન થવાના કારણે અનેક પ્રકારની પેનલ્ટીનો ભોગ બને છે ત્યારે કર્મીઓને પગાર નહિ ચૂકવાય તો આવનાર દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચરાય છે

Advertisement

Exit mobile version