Sihor

સિહોર નગરપાલિકાના કર્મીઓ ત્રણ માસથી પગારથી વિહોણા, કર્મીઓને ઘર ચલાવવું મુશ્કેલ

Published

on

દેવરાજ

વખતોવખત રજુઆતો કરવા છતાં કોઈ સાંભળનારૂ નથી, પાલિકાનો વહિવટ લાંબા સમયથી ખાડે જતા કર્મચારીઓમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિ સામે વ્યાપેલ કચવાટ

સિહોર નગરપાલિકામાં છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓ પગારથી વિહોણા રહ્યા હોય પ્રવર્તમાન કમ્મરતોડ મોંઘવારીના સમયમાં કામદારો અને રોજમદારોને તેમના પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સમયસર પગાર ન થતા કર્મચારીઓમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિ સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.  નગરપાલિકાનો વહિવટ તદ્રન ખાડે ગયો હોય પાલિકા દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને વેતનની ચૂકવણી કરવામાં આવી નથી. પાલિકાના વહિવટી તંત્રમાં લાંબા સમયથી ધાંધીયા જોવા મળી રહ્યા છે.

The workers of Sihore Municipality are without salary for three months, it is difficult for the workers to run their homes

આખો માસ નીયમીતપણે નિયત કામગીરીઓ કરતા હોવા છતાં કર્મચારીઓને મહેનતાણાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે હકિકત શહેરીજનોમાં ટીકાને પાત્ર બની રહી છે. તેના વિરોધમાં પાલિકાના કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ પર જવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. શાસકોની મનમાની અને અણઆવડતને લઈને પાલિકાના કર્મચારીઓ છેલ્લા ત્રણ માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. કડકી બની રહેલી પાલિકાના કર્મચારીઓ છેલ્લા ત્રણ માસથી પગારથી વંચિત રહ્યા હોય સ્થાનિક વેપારીઓ પણ હવે તેઓને ઉધાર આપતા નથી. જેથી તેઓ ખુબ જ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. અને તેઓના પરિવારોની પણ હાલત કફોડી બની છે.

Advertisement

Exit mobile version