Sihor

સિહોર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ભરતી થયા તેની પાસે સફાઈ કરાવો – અન્યથા આંદોલન

Published

on

પવાર

દલિત અધિકાર મંચ મુખ્ય અધિકારીને રૂબરૂ મળી રજુઆત કરી, નગરપાલિકાના કર્મચારીઓના સમયસર પગાર, આઉટ સોર્સ પ્રથા બંધ કરવી અને સફાઈ કામદાર તરીકે ભરતી થયા તેની પાસે સફાઈ કામ કરાવવાની દલિત અધિકાર મંચની રજુઆત

સિહોર નગરપાલિકમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ નો પગાર છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી પગાર થયો નથી નાના કામદારો પગાર નહીં થવાના કારણે પોતાના ઘર સંસાર ચલાવવો મુશ્કેલ થયું છે વારંવાર રજૂઆતો કરવા સતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સિહોર નગરપાલીમાં આઉટ-સોર્સિંગ થી કર્મચારીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે એજેન્સીના સંચાલકો કામદારોનું સો કરે છે આઉટ-સોર્સિંગ પ્રથા બંધ થાય અને જરૂરિયાત મુજબ રોજમદાર તરીકે કામદારોની ભરતી કરવામાં આવે અને વર્ષ 2022 માં સફાઈ કામદારો ની ભરતીમાં નગરપાલિકાના પ્રમુખ ના ભાઈ વિજયભાઈ નકુમ અને ઉપ-પ્રમુખના સબંધી વિપુલભાઈ મકવાણા જેઓ OBC સમાજના છે સફાઈ કામનો અનુભવ નથી નગરપાલિકાના સિનિયોરિટી લીસ્ટમાં તેમના નામો નથી જેઓ ગ્રેજ્યુએટ છે

Recruited as scavenger in Sihore municipality, clean with him - otherwise agitation

તેમ સતા સફાઈ કામદાર તરીકે તેમની ભરતી કરવામાં આવી અને એ લોકો સફાઈકામ કરતાં ચરમાય છે અને લાગવગ થી ઓફિસમાં કામ કરે છે તેમણે સફાઈ કામ ના કરવું હોય તો એમનું રાજીનામું લઈ જે ખરેખર દલિત સમાજના લોકો ગામની ગંદકી સાફ-સફાઈ કરે છે એમની નિમણુક કરવામાં આવે એ લોકો ભરતી થયાને ત્રણ પાંચ મહિના થયા તેણે સફાઈ કામ કર્યું નથી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે ઉપરોક્ત પ્રશ્નો એ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવાની ચીમકી દલિત અધિકાર મંચે ઉચ્ચારી છે

Advertisement

Exit mobile version