Bhavnagar
તળાજા તાલુકાના ગામોમાં સોલાર અને પવનચક્કી નાખવા મામલે વિવાદ ; દલિત અધિકાર મંચ મેદાને
પવાર
ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કામ થતા હોવાનો આરોપ, આવતા દિવસોમાં સમગ્ર મામલે લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સંમેલનો યોજાઈ તેનો તખ્તો તૈયાર
ભાવનગર જિલ્લા દલિત અધિકાર મંચની આવેલી અખબાર યાદી મુજબ તળાજા તાલુકાનાં (1) ઊંચડી (2) મંગેળા (3) આંબળા (4) ખંઢેરા (5) વાવડી (6) રોજીયા (7) દાઠા (8) ભૂંગર (9) રાણીવાડા (10) વાલર (11) બોડકી (12) ગાધેસર (13) ફુલસર (14) સખવદર આ તમામ ગામોમાં સોલાર અને પવન-ચક્કી નાખવા વાળી કંપની ઓપેરા અને કિંટેક ના માણસો એ નિયમો વિરુદ્ધ ગામતળ અને ગૌચરાણ માં અને ગામની પ્રાથમિક શાળા ઑ નજીક પવન-ચક્કી ઑ ફિટ કરી છે ગ્રામ-પંચાયતો ની પુર્વ મંજુરી વગર અને આ તમામ ગામોના ખેડુતો ને વિશ્વાસ માં લીધા વગર એમના ખેતરો માં એમની વાડિયો માં કંપનીઓ દ્વારા ગેરકાયદેસર વીજ પોલ ઊભા કરાયા છે.
રાજ્યકીય વગ ધરાવતા ના ખેતરોમાં વીજ-પોલ ઊભા નથી કરાયા જો આ કંપનીના કામનો કોઈ વિરોધ કરે તો ખોટી ફરિયાદો કરાય છે આ કંપનીઓ ના કોન્ટ્રાક્ટ સ્થાનિક ધારાસભ્ય અને કેન્દ્રીય મિનિસ્ટર મનશુખભાઈ માંડવિયા ના PA ગોપાલ ભાઈ વાઘેલા નો છે એટલે અધિકારીઓ ગરીબો ની કોઈ ફરિયાદો સાંભળતા નથી ઊંચડી ગામમાં ભૂમિ એંટરપ્રાઈજ દ્વ્રારા ગામના ગૌચરાણ માં ગેરકાયદેસર રસ્તો કરાતો હતો.
તેનો વિરોધ આ ગામના સરપંચ ના પુત્ર જગદીશભાઇ ખેર દ્વારા વિરોધ કરાતા મનશુખભાઈ માંડવિયાના PA દ્વ્રારા પાલિતાણા ના દલિત સમાજના વ્યક્તિ પાસે ખોટી એટ્રોસિટિ ની ફરિયાદ કરાવેલ આ બનાવમાં માથાકૂટ સરપંચ ના પુત્ર અને ગોપાલ વાઘેલા વચ્ચે થઈ પરંતુ ફરિયાદી ગોપાલભાઈ વાઘેલા નો બન્યા એમને દલિત ભાજપના આગેવાન ને ફરિયાદી બનાવ્યા અને DYSP મહુવા આ આરોપીને જાહેરમાં સરઘસ કાઢી માર મારવાનું કહે છે એનું કારણ રાજકીય દબાણ આ તમામ પ્રશ્નો એ કાલે અલંગ ખાતે આ પાંચ ગામના લોકો ધારાસભ્ય જિગ્નેશ ભાઈ મેવાણી ને મળવા આવ્યા હતા આગામી 10 તારીખ બાદ જિગ્નેશભાઈ મેવાણી આ ગામોની રૂબરૂ મુલાકાત લેવાના છે જરૂર પડે આ તમામ ગામોના લોકો દ્વ્રારા એક મહાસંમેલન યોજાશે તેવું યાદીમાં જણાવાયુ છે.