Alang

રવિવારના રોજ ધારાસભ્ય અને લડાયક નેતા જીગ્નેશ મેવાણી આવ્યા અલંગની મુલાકાતે, સભા સંબોધી શ્રમિકોને સાંભળ્યા

Published

on

બરફવાળા

  • ત્રાપજ ખાતે ભવ્ય સ્વાગતની તૈયારીઓ, શ્રમિકો ખેડૂતો મેવાણીને રૂબરૂ મળ્યા, આ મહિનામાં જીગ્નેશ બીજી વખત જીલ્લાના પ્રવાસે, ગઈકાલે અલંગમાં સભાનું પણ આયોજન કર્યું હતું

અલંગ ખાતે ધારાસભ્ય અને લડાયક નેતા જિગ્નેશ મેવાણીએ શ્રમિકોના પ્રશ્નો સાંભળ્યા ઉંચડી, મંગેળા, ખંઢેરા, વાવડી સહિતના ગામોમાં પવનચક્કી ગૌચરણમાં નાખી કંપનીઓ ના માણસો ખેડુતો ને હેરાન કરતાં હોય આ ગામોના લોકો પણ મેવાણીને રૂબરૂ મળ્યા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈકાલે અલંગ ખાતે શ્રીમિકો ને થતાં અન્યાય અને કામદારોના અધિકાર અને અલંગમાં શ્રમિકોની સુવિધાના પ્રશ્ને એક જાહેર સભાના આયોજનમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાજરી આપી હતી

tomorrow-mla-and-militant-leader-jignesh-mevani-will-visit-alang-address-the-meeting-and-listen-to-the-workers

અને તળાજા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઈવેટ કંપનીઓ દ્વારા પવનચક્કીઓ નાખવામાં આવી છે તેમાં ગ્રામપંચાયતો ની મંજુરી વગર ગામના ગૌચરણ માં પવનચકકીઓ નાખવામાં આવી છે અને તે કંપનીઓના વીજપોલ ગેરકાયદેસર રીતે ખેડુતોની મંજુરી વગર ખેતરોમાં નાખવામાં આવે છે અને ખેડુતો ન્યાય માટે રજુઆતો કરે તો ખોટી ફરિયાદો કરવામાં આવે છે આ તમામ ગામોના લોકોએ પણ અલંગ ખાતે જિગ્નેશ મેવાણી ને રૂબરૂ મળી ને રજૂઆત કરી હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા 18/06/2023 ના રોજ સાંજે છ કલાકે ત્રાપજ ગામે જિગ્નેશ મેવાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઇ સરવૈયા હર્ષદભાઈ બાંભણીયા ડી પી રાઠોડ સહિતના આગેવાનો ની યાદીમાં જણાવાયું હતું

 

Exit mobile version