Talaja

તળાજા તાલુકાના ગામોમાં ગેરકાયદે પવન ચક્કી સામે વ્યાપક વિરોધ વંટોળ

Published

on

પવાર

આગામી દિવસોમાં આંદોલનની ચીમકી, સામાનના તોતીંગ ટ્રકો મહિનાઓથી હાઈ-વે પર અડીંગા જમાવેલ હોય અકસ્માતની શક્યતા

તળાજા તાલુકાના ગામોમાં વગર મંજુરીએ પવનચક્કી લગાવવાની પ્રવૃત્તી સામે ખેડુત વર્ગમાં ભારે રોષની લાગણી ફેલાય છે. આ ઉપરાંત પવન ચક્કીનો સામાન લાવતા ટ્રકો મહિનાઓથી હાઈ-વે ઉપર ઉભા છે. જે અકસ્માત નોતરી શકે છે. જેથી ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિતના આગેવાનોએ આ મામલે પગલા ભરવા કલીકટર સહિતનાને આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તળાજા તાલુકાના બોરડા ગામની આજુબાજુ નેશનલ હાઈવે રોડ પર પવનચક્કી કંપનીઓના ભુગળા પાખડા વિગેરે સામાનની ૨૦૦ ફુટથી વધારે લંબાઈ ધરાવતા અનેક ટ્રકો રોડ ઉપર મહિનાઓથી અડીંગો જમાવીને બેઠા છે તેનાથી હાઈવે પર અકસ્માતો થવાની પુરી શક્યતાઓ છે.

Widespread protests against illegal wind mills in villages of Talaja taluk

તેથી નેશનલ હાઈવે વિભાગ પવનચક્કીઓના તોતીંગ ટ્રકો દિવસ પાંચમાં યુદ્ધના ધોરણે હટાવી લેવા કાર્યવાહી કરવા તેમજ આ ટ્રકોના મોટા ભાગનાં ડ્રાઈવરો, કંડકટરો અને મજુરો બહારના રાજ્યના હોય છે તે રોજ દારૂની મહેફીલો માણવાથી ટેવાયેલા હોય છે અને ગરીબ માણસોને દબાવે છે. તેથી તમામ મહાકાય ટ્રકો ખાલી કે ભરેલા તેના પ્લાન્ટમાં રાખે અને હાઈવે પરથી દુર કરાવો અન્યથા તા. ૧૫-૮ પછી રોહીસા ચોકડીથી બાઈક રેલી કાઢી તળાજા ડે. કલેકટર કચેરીએ ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી છે. પવનચક્કી વાળા ખેડુતોના વાડી, ખેતરો, રસ્તાઓ પર સહમતી મંજુરી કે વળતર આપ્યા વગર દાદાગીરીથી પોલ ઉભા કરેલ છે તેનો ખેડુત વિરોધ કરે કે પોતાની માલિકીની જમીનમાંથી પોલ હટાવે તો કંપનીના ભાડુતી, ગુંડા બનીને આવારા તત્ત્વો ખેડુતોને જાહેરમાં ધમકીઓ આપી ખેડુતોને દબાવવા ખેડુત કામમાં રૂકાવટ કરે છે. જેની સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

Advertisement

Trending

Exit mobile version