Sihor

સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ; લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો

Published

on

દેવરાજ

સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સુશાસન દિવસ ,સ્વ.વડાપ્રધાન અટલબિહારી વાજપેયી તેમજ નાતાલ એમ ત્રિવેણી સંગમ સાથે આજ ના શુભ દિવસે સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ભાવનગર સર.ટી હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો હતો જેના મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આજરોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ડો આર જે યાદવ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું

Blood Donation Camp held at Govt Hospital, Sihore; People benefited in large numbers
Blood Donation Camp held at Govt Hospital, Sihore; People benefited in large numbers
https://shankhnadnews.com/blood-donation-camp-held-at-govt-hospital-sihore-people-benefited-in-large-numbers/

જેમાં લોકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિહોર શહેર ભાજપ દ્વારા પણ લાભ લેવામાં આવ્યો હતો અને નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. તેમજ લોકોએ બ્લડને ડોનેડ કરી રક્તદાન કર્યું હતું અહીં નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ, શહેર ભાજપના પ્રમુખ ડી સી રાણા, ઉપસ્થિત રહ્યા હતા તેમજ સિહોર સરકારી હોસ્પિટલ સ્ટાફ તેમજ ડો આર જે યાદવ, કલ્પેશભાઈ, વગેરે સ્ટાફે તેમજ ભારે જહમત ઉઠાવી હતી

Exit mobile version