Gujarat

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના 45 માં જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

Published

on

કુવાડિયા

જન્મદિન પ્રસંગે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં 500 યુનિટ રક્ત એકત્ર થયું

રાજુલાના પૂર્વ ધારાસભ્ય ડેર પાર્થ ગ્રુપ અને સમર્પણ ટ્રસ્ટ ટીમ દ્વારા રામ ક્રિષ્ના નિ:શુલ્ક હોસ્પિટલ રાજુલા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં આશરે 470 થી પણ વધારે રક્તદાતાઓએ રક્તનું દાન કરી અંબરીષભાઈ ડેરના 45 માં જન્મ દિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી માનવતાની ફરજ નિભાવી આ સેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.આ શિબિરમાં 500 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌનો આભાર વ્યક્ત કરતા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જણાવવામાં આવેલ કે,2017 ના ચૂંટણી વાયદા મુજબ ધારાસભ્યના પગાર નો ઉપયોગ તેમજ જરૂરિયાતમંદ લોકોના આરોગ્ય માટે કરવાની જાહેરાત કરેલ હતી. પોતાનો પગાર લોકોના ઉપયોગમાં આજસુધી વાપરેલ છે.

An inspiring 45th birthday celebration for former Rajula MLA Amrish Der

કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર ભોળાભાઈ આહીર ભેરાઈના માજી સરપંચ ટપુભાઈ તેમજ રામપરાના ઉપસરપંચ ભગવાનભાઈ વાઘ જિલ્લા પંચાયતના સદસ્ય ગાંડા ભાઈ લાખણોત્રા, પીપાવાવ ધામના મહંત અમરદાસબાપુ પૂર્વ જિલ્લા પંચાયતના બાંધકામ ચેરમેન ટીકુ ભાઈ વરૂ, કોળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ બારૈયા તથા પૂર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, યુસુફભાઈ દરબાન, તેમજ અજય શિયાળ તેમજ રાજુલાના વેપારીઓ ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહી. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપેલ હતો આ આ કેમ્પ ને સફળ બનાવવા માટે જે જહેમત ઉઠાવી હતી તે કનુભાઈ ધાખડા અલ્પેશ દુધાત દિપક ઠક્કર વનરાજ ગોહિલ પાર્થ ગ્રુપ અને સમર્પણ ગ્રુપ ના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement

Exit mobile version