Bhavnagar
ભાવનગરમાં મોટી દુર્ઘટના; ચિત્રા GIDC વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટતાં બે મજૂરોના મોત, 6 ઈજાગ્રસ્ત
પવાર
ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજના લિફ્ટમાં લિફ્ટ તૂટવાના કારણે એક મજૂરોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે છ લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી પાસે આવેલ માલ સામાનની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત લિફ્ટ બનાવવામાં આવી હતી. જેમાં મજૂરો લિફ્ટમાં બેસીને ઉપર જતા હતા તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી જતા બે મજૂરનું મોત થયું હતું જ્યારે છ મજૂરો ગંભીર ઈજાઓ થતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ GIDC ખાતે માલસામાનની અવરજવર લિફ્ટ તૂટી જતા બેના મોત અને છ મજૂરો ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ધાર્મિકકુમાર અખિલેશભાઈ વિસનગરા ઉ.મ.23 રહે.જવેલ્સ સર્કલ પાસે તથા બીજા જયદીપકુમાર શર્મા ઉ.મ.27 રહે.ચિત્રા જ્યાં બંનેના મૃતદેહને ફરજપર ડોક્ટરે તપાસી મૂર્ત જાહેર કર્યા હતા અને પોલીસે જરૂરી કેસ કાગળો કરી બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.