Sihor

સિહોરના ઘાંઘળી નેસડા વચ્ચે આવેલ રૂદ્રા ફેકટરીમાં મોટી દુર્ઘટના : બે મજૂર ભડથુ : ત્રણને ગંભીર ઇજા

Published

on

ભઠ્ઠીમાંથી લોખંડનો ગરમ રસ ઉડતા બે શ્રમિકોના જીવ લીધા, મોત, ત્રણની હાલત ગંભીર, લોખંડ ઓગાળી સળિયા બનાવતી વખતે ફર્નેસ પ્લાન્ટમાંથી પાંચ થી વધુ શ્રમિકો પર લાવા ઉડ્યો, એમ.ડી. રૂદ્રા રોલીંગ મીલનો બનાવ : હજુ બેની હાલત ગંભીર : લોખંડ ઓગાળતી વખતે મોટી દુર્ઘટના સર્જાય : હજુ 2 થી 3 મજૂરો લાપતા હોવાની પણ ચર્ચા ; તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે, શ્રમિક મજૂરોના મોતના જવાબદાર કોણ તે મોટો સવાલ

બ્રિજેશ ગોસ્વામી – દેવરાજ બુધેલીયા
સિહોરના ઘાંઘળી નજીક આવેલ રોલિંગ મિલની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિહોરના ઘાંઘળી નેસડા રોડે આવેલી અને સળિયાનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં દુર્ઘટના બની હતી. જેમાં લોખંડને ઓગાળતી વખતે સળગતો લાવા અચાનક બહાર ઉડ્યો હતો. જેથી પાંચ થી વધુ મજુરોને ઈજા પહોંચી હતી. જેમાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય મજૂરોને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા સારવાર દરમિયાન વધુ એક મજૂરનું મોત થયું છે. જેથી આ ઘટનામાં બે મજૂરના જીવ ગયા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતો. જોકે, આ ઘટનાને પગલે મેનેજરે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ નથી થયો, પરંતુ સળગતો લાવા ઉડતા મજૂરો દાઝ્યા હતા. ઘાંઘળી નજીક રૂદ્રા નામની રોલીંગ મીલમાં મોટાપાયે સળિયાનું ઉત્પાદન થાય છે.

 

અને આ સળિયા પરપ્રાંત સાથોસાથ પરદેશમાં મોકલવામાં આવે છે ત્યારે આ મીલમાં ભંગાર ઓગાળવાની ભઠ્ઠીમાં લોંખંડને ઓગાળતી વખતે દુર્ઘટના થઈ હતી. લોખંડને ઓગાળતી વખતે સળગતો લાવા ઉડતા આજુબાજુમાં રહેલા પાંચથી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં 41 વર્ષીય રતિરામ રામ દુલારેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પરસોત્તમભાઈ મુન્નાભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે ત્રણ શ્રમિકો રાજુ ચૌહાણ, રામકિશોર અને તુલસીરામ વશરામ નામના મજૂરો હાલ સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટનાની જાણ સિહોર પોલીસ તથા ફાયરબ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે રુદ્રા ગ્લોબલ પ્રોડક્શન લિમિટેડના મેનેજરે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ નથી થયો, પરંતું ભંગારનો માલ ઓગાળતા હતા, તે દરમિયાન કોઈ ડબો પેક હોવાને કારણે ફાટતા સળગતો લાવા મજૂરો પર પડ્યો હતો. જેથી 5 જેટલા મજૂરો દાઝયા હતા, અને જે વધારે નજીક હતા તેઓ વધુ દાજી જતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોની બન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

ભઠ્ઠીમાંથી અંગાર જેવો લોખંડનો રસ શ્રમિકો પર ઉડ્યો 

Advertisement

રુદ્રા નામની સળિયા બનાવવાની ફેક્ટરીમાં ગઈ મોડી રાત્રી દરમિયાનફર્નેશ પ્લાન્ટમાં લોખંડ ઓગાળી સળિયા બનાવવાની કામગીરી શ્રમિકો દ્વારા થઈ રહી હતી. તે દરમિયાન લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી મેલ્ટ થયેલો લોખંડનો રસ અચાનક ઉડ્યો હતો. અને કામ કરી રહેલા પાંચ શ્રમિકો પર આ રસ પડ્યો હતો. લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી અંગાર જેવો લોખંડનો રસ શ્રમિકો પર પડતા પાંચ શ્રમિકો ગંભીર પડે દાજી ગયા હતા. જ્યારે એક શ્રમિક રતિરામ રામદુલારેનું સ્થળ પરજ મોત થયું હતું.

રામ કિશોર નંદલાલ પંડિત, રાજુભાઈ, તુલસીરામ વિશાલરામ , અને પરસોત્તમ મુન્નાભાઈ ચૌહાણને ગંભીર હાલતે કંપનીના વાહનમાં સિહોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા ચારેય શ્રમિકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વઘુ એક શ્રમિક પરસોત્તમ મુન્નાભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને કંપનીના શ્રમિકો અને કંપનીના મેનેજર સહિત કર્મચારીઓ હોસ્પિટલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.અને હાલ ત્રણ શ્રમિકો સારવાર હેઠળ છે.

ઘટનામાં હજુ 2 થી 3 મજૂરો લાપતા હોવાની પણ ચર્ચા ; તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે

સમગ્ર ઘટનામાં સાત થી આઠ શ્રમિકો ભોગ બન્યા હોવાની પણ ચર્ચા છે. જોકે સત્તાવાર ત્રણ શ્રમિકોને ઇજા થઇ છે અને બે શ્રમિકો મોતને ભેટ્યા છે. બનાવમાં હજુ બે થી ત્રણ શ્રમિકો લાપતા થયા હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. જોકે સમગ્ર બનાવમાં પોલીસ તપાસ બાદ સાચી હકીકત જાણી શકાશે

Advertisement

Trending

Exit mobile version