Bhavnagar

ભાવનગરની બજારમાં રૂા. 10 ના ચલણી સિક્કાના અસ્વિકાર સામે કલેક્ટરમાં રજૂઆત

Published

on

Pvar

  • વેપારી અને ગ્રાહકોમાં છુટા પૈસાની રામાયણ, 10 ના ચલણી સિક્કાનો અસ્વિકાર એ ગુનો બને છે જે વાત જાણવા છતાં વેપારીઓનો ઉછાળીયો

રૂા.૧૦ની નોટોની અછત અને રોજીંદા વ્યવહારમાં પડતી હાલાકીને દુર કરવા ચલણી સિક્કાનો સ્વિકાર જરૂરી બન્યો છે. પરંતુ વેપારીઓ દ્વારા આ બાબત નહીં સ્વિકારતા ચેમ્બર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. હાલમાં બજારમાં રૂા.૧૦ની ચલણી નોટોની ખુબ જ અછત છે તેના કારણે લોકોને અને તેમાય ખાસ કરીને વેપારીઓને તેમના રોજબરોજના વ્યવહારમાં ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂા.૧૦ના ચલણી સિક્કાઓ બજારમાં મુકવામાં આવેલ છે પરંતુ ભાવનગરના લોકો દ્વારા આ ચલણી સિક્કાઓ સ્વીકારવાની ના પાડે છે.

Bhavnagar market Rs. Representation to Collector against rejection of currency coin of 10

આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કોઇપણ ચલણનો ભારત દેશના કોઇપણ નાગરિક દ્વારા અસ્વિકાર થઇ શકતો નથી. રૂા.૧૦ના ચલણી સિક્કાનો અસ્વિકાર કરવો એ ગુનો બને છે તેવી વહિવટી તંત્ર દ્વારા સુચના આપવા છતાં પણ ભાવનગરના લોકો દ્વારા આ સુચનાનો અમલ થતો નથી તેથી આ અંગે ફરીવાર વહિવટી તંત્ર દ્વારા રૂા.૧૦ના ચલણી સિક્કા સ્વિકારવા અંગે લોકોને અવગત કરવા જોઇએ તેવી ચેમ્બર દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવેલ છે. આ સાથે મુખ્ય બજારની નજીકની બેન્કની શાખાઓમાં રૂા.૧૦ની સારી નોટોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે.

Trending

Exit mobile version