Sihor

નોંધણી ફીમાં વધારો સ્થગિત : વિદ્યાર્થીઓનો વિજય, ભાવનગર યુનિ.નો ફી વધારો મોકૂફ

Published

on

દેવરાજ

ખાનગી કોલેજોમાં ફી, પરીક્ષા ફી, નોંધણી ફીમાં વધારો સ્થગિત, કુલપતિ સામે બંગડીઓ ફેંકી અને ચલણી નોટોનો વરસાદ

નવા શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્ર 2023 24 માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રે વિદ્યાર્થીઓના શિરે ફી વધારો લાદવામા આવ્યો હતો પણ વિદ્યાર્થીઓના ઉગ્ર રોષ બાદ આખરે યુનિવર્સિટીને ખાનગી કોલેજોમાં કરાયેલો ફી વધારો પરીક્ષા ફી માં વધારો તેમજ એનરોલમેન્ટ ફી માં કરાયેલો વધારો સ્થગિત રાખવાની ફરજ પડી હતી. આમ યુનિવર્સિટી સામેની લડતમાં વિદ્યાર્થીઓનો વધુ એક વખત વિજય થયો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ પાસેથી એનરોલમેન્ટ ફી માં 10 ગણો અને પરીક્ષા ફી માં 15 ટકાનો વધારો કરવામાં આવ્યા બાદ એન એસ યુ આઈ અને એબીવીપી સહિતના વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓમાં પણ રોષ હતો ત્યારબાદ આખરે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિ સમક્ષ અત્યંત આક્રમક પણે રજૂઆત કરી એક તબક્કે બંગડીઓ માટે ચલણી નોટોનો કુલપતિ તરફ ઘા કરીને વિરોધ નોંધાવતા આખરે ફી વધારો મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા આ લડતમાં યુનિવર્સિટી સામે વિદ્યાર્થીઓનો વિજય થયો છે.

Enrollment fee hike postponed : Victory of students, Bhavnagar University fee hike postponed

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હાલમાં MKBU ખાતે પ્રાઇવેટ કોલેજ ફીમાં 20%, એનરોલમેન્ટ ફીમાં 10 ગણો તેમજ પરીક્ષા ફીમાં 10 % કરાયેલો તમામ ફી વધારો પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જેને ધ્યાનમાં લઇને ભૂતકાળની જેમ બહાલી આપી ફી વધારાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. એન એસ યુ આઈ દ્વારા પણ આ મામલે કુલપતિ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ બંને સંગઠનોના સહિયારા વિરોધ બાદ યુનિવર્સિટીએ ફી વધારો રાખવાની જાહેરાત કરવી પડી હતી. સાથમાં જો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભામાં પણ હવે હાલમાં સ્થગિત કરાયેલા નિર્ણય લઇને જુદી જુદી ફીમાં વધારો કરવામાં આવશે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ એન એસ યુ આઈ દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

Exit mobile version