Bhavnagar

ગુણવત્તા વાળા રોડ રસ્તા બનાવવા ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Published

on

કુવાડિયા

સિહોર જ નહીં સમગ્ર રાજ્યમાં ગુણવતા વાળા રોડ રસ્તાઓ બને તે જરૂરી, જનતાના વેરામાંથી થયેલ સરકારની આવક પાણીમાં જાય છે, ખરાબ રસ્તાઓને લીધે ઇંધણ, સમય અને ઘણીવાર અકસ્માતોને લીધે જીવનું પણ નુકશાન થાય છે.

ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરે રાજ્યમાં ગુણવત્તા વાળા રોડ રસ્તા બને તે માટે મુખ્યમંત્રીને વિન્નતી સાથે પત્ર લખ્યો છે, ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરના પત્ર વ્યવહારમાં જણાવ્યું છે કે અગાઉ બીસ્માર હાલતના રોડ રસ્તાઓ ગુણવતા સભર બનાવવા માટે આપને અનુરોધ કરેલ પરંતુ ગુજરાત વિધાનસભાની ચુટણીને લઇને આ પત્ર પર ધ્યાન ન અપાયુ હોય તેવુ માનવું છે. રાજ્યના અંતરીયાળ ગામો- કે નગરોમાં થતા રસ્તાઓની ગુણવતા અતિ નબળી હોય રસ્તાઓ બનતા જ તુટી જાય છે અને સામાન્ય જનતાની તકલીફ હતી ત્યાં ને ત્યાં જ રહે છે.

અને ખરાબ રસ્તાઓને લીધે ઇંધણ, સમય અને ઘણીવાર અકસ્માતોને લીધે જીવનું પણ નુકશાન થાય છે. આપણી પાસે ખુબ ગુણવતા વાળા ઇજનેરો છે. અને હાઇવેનું કામ ઘણુ ગુણવતા વાળુ થાય છે. ત્યારે તેમના જ્ઞાનનો ઉપયોગ કરી જલ્દી તુટે નહીં તેવા રસ્તાઓ બનાવવાની કાર્યવાહી કરવા વિનંતી છે. નવા જે સીમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બને છે તેની કામગીરી અને મટીરીયલ્સ એટલી બધી હલકી કક્ષાનું હોય છે કે થોડા જ દિવસોમા તે રસ્તાઓ પણ તુટી જાય છે. અને જનતાના વેરામાંથી થયેલ સરકારની આવક પાણીમાં જાય છે.આપને વિનંતી છે કે સારા કામની ગુણવત્તા ધરાવતા કોન્ટ્રાકટરોને જ આવા કામો સોંપવામા આવે.

Bhavnagar District Chamber of Commerce Sihore Chapter wrote to Chief Minister to build quality roads

જો માલ સામાન કે કામની ગુણવતામાં જરા પણ કર્મી હોય તો તેને યોગ્ય દંડ કરવામાં આવે. ગુજરાતના પાડોશી રાજય રાજસ્યાન કે જયાં કાગ્રેસની સરકાર છે ત્યાં નાના-નાના ગામોને જોડતા રસ્તાઓ અભ્યાસ કરીશુ આવા રસ્તાઓની સરખામણી રૂબરૂ તપાસ કરશો તો ખ્યાલ આવશે કે રાજસ્થાનના આવા રસ્તાઓની ગુણવતા ગુજરાતના રસ્તાઓ કરતા ઘણી બહેતર છે. ૨૦૨૨ ડીસેમ્બરમાં યોજાયેલ ચુંટણીમાં માનનીય નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇની પ્રમાણિકતા જોઇને લોકોએ ઢગલાબંધ મતો આપી ભાજપને રેકોર્ડ જીત અપાવી સત્તા સોંપી છે.

Advertisement

ત્યારે ગુજરાતના લોકોની અપેક્ષા પણ સરકાર પાસે વિશેષ હોય અને આપણા માનનીય પ્રધાન મંત્રીશ્રીના ભ્રષ્ટાચાર મુકત ભારતનું સ્વપ્ન પુરૂ થાય તેવી અપેક્ષા હોય પરંતુ આ રોડ રસ્તાઓની દશા તેમના ભ્રષ્ટાચાર મુકત ભારતની કલ્પનાથી વિરૂધ્ધ વાતાવરણ દેખાય છે. આ માટે માત્ર લાગતા વળગતા કોન્ટ્રાકટરોને જ કામ આપવાનું બંધ કરી ગુણવત્તા યુકત કામ કરતા કોન્ટ્રાકટરો ને જ કામ સોંપવા વિનંતી અને નીચેની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓથી આ કાર્ય થઈ ન શકે તો રાજય સરકાર આ કામમાં હસ્તક્ષેપ કે દેખરેખ રાખી યોગ્ય કાર્યવાહી કરાવે અને ગુજરાતના લોકોની કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તેવા પગલા લેવા ઝડપી કાર્યવાહી કરવા માંગ છે

Trending

Exit mobile version