Sihor

સિહોરના રાજપરા હાઇવે પર બમ્પ પાસે પડી ગયેલા ખાડાઓ તાકીદે દૂર કરો

Published

on

કુવાડિયા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીઝ સિહોર ચેપટર દ્વારા રોડ વિભાગને કરી રજુઆત, તાકીદે ખાડાઓ બુરવાની માંગ

ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર વિભાગ દ્વારા નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ને સિહોર ભાવનગર હાઇવે ના રસ્તા અંગે લેખિતમાં રજુઆત કરી હતી જેમાં સીહોર- ભાવનગર રોડ પર રાજપરા ગામે આવતાં જ મોટો બમ્પ બનાવવામાં આવેલ છે. આ બમ્પ આખો તુટી ગયેલ છે. અને મસ મોટા ખાડા પડી જવાથી ત્યાંથી પસાર થતા તમામ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અને નાના મોટા અકસ્માત પણ થતા રહે છે.

pothole damage1 | Free stock photos - Rgbstock - Free stock images |  TACLUDA | September - 16 - 2013 (15)

આ સિવાય ભાવનગર-રાજકોટ રોડ પર છેક નારી ચોકડીથી સિહોર ટાણા ચોકડી સુધીનો બંને સાઇડનો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે. ઠેક ઠેકાણે અસંખ્ય ખાડા પડી ગયેલા છે. જેના લીધે તમામ પ્રકારના વાહન ચાલકોને ખુબ મુશ્કેલી પડી રહી છે. આ હાઇવે પર દરરોજ સેંકડો નાના- મોટા વાહનો પસાર થતા હોઇ અતિ વ્યસ્ત ટ્રાફિક રહે છે. અગાઉ પણ સિહોર વિભાગની રજુઆતને લીધે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ત્રાજપરા ખોડીયાર બમ્પ પાસે પાણી નીકળતુ હતુ તે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ આખો બમ્પ નવેસરથી યોગ્ય, ધોરણસરની પ્રમાણિત ડીઝાઇન સાથે રીફલેકટર પટ્ટા મારી વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી માંગણી સાથેની રજુઆત કરવામાં આવી છે.

Advertisement

Exit mobile version