Sihor

સિહોર સહિત જિલ્લામાં પશુ ડ્રાઇવ અને રજકા ડ્રાઇવ કરવા ડિસ્ટ્રીક ચેમ્બરની માંગ

Published

on

કુવાડિયા

દરેક ગામોમાં આ સમસ્યા વિકટ છે, ભૂતકાળમાં અનેક મૃત્યુના કેસો બન્યા છે, આ અભિયાન શરૂ કરવા મુખ્યમંત્રી સુધી રજુઆત

રખડતા ઢોરનો મામલો ખૂબ પેચીદો બન્યો છે અનેક ગામોમાં રખડતા ઢોરને કારણે માનવ જીવ પણ ગયા છે. જેની વચ્ચે ભાવનગર શહેરના કમીશનર દ્વારા જાહેરમાં રખડતા પશુઓને પકડીને તથા રજકા ડ્રાઇવ શરૂ કરી સામાન્ય જનતાએ પડતી ઘણી મુશ્કેલીઓ ઓછી કરવા પ્રયત્ન થયો છે. જે ડ્રાઇવ સમગ્ર જિલ્લામાં શરૂ કરવા ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. સિહોર ચેપ્ટરે ઉચ્ચ સ્તરે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે. રખડતા ઢોરની સમસ્યા ફકત ભાવનગર શહેર પુરતી મર્યાદીત નથી જીલ્લાના તાલુકા મથકો તથા અન્ય નાના ગામોમાં પણ આ સમસ્યા વિકટ છે.

Demand of District Chamber to conduct Cattle Drive and Rajaka Drive in district including Sihore

અને તેને લીધે નજીકના ભુતકાળમાં જ ઘણા મૃત્યુના કીસ્સા બન્યા છે જયારે માનનિય હાઇકોર્ટ તથા સરકારશ્રીની પણ સુચના હોઇ આપ અંગત રસ લઇને ભાવનગર જીલ્લાના તાલુકા મથકો તથા નાના ગામોમાં આ કાર્યવાહી શરૂ કરાવી કેટલાય વૃધ્ધ-બાળકો અને સામાન્ય જનતાના આર્શિવાદ પ્રાપ્ત કરી કેટલીક જીંદગીને બચાવવામાં નિમિત બનો. તેથી આપને અંગત રસ લઇ દરેક ગામોમાં આ પ્રવૃતિ અભિયાન રૂપે શરૂ કરાવશો તેવી આશાભરી વિનંતી સાથે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. સિહોર ચેપ્ટર અને દીપકભાઈ ધોળકિયાએ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે

Advertisement

Trending

Exit mobile version