Bhavnagar

ભાવનગર ; રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ; વીજ કર્મીનો જબરો નુસખો

Published

on

બરફવાળા

પોતાના મધુરકંઠે ગીત-સંગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા લોકોને અપીલ કરી

રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી’ આ પ્રમાણે ગીત ગાઈને એક વીજકર્મીએ લોકોને લાઈટબિલ ભરવા માટે અપીલ કરી હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પાટણનો હોવાનું સામે આવ્યું છે કે, જ્યા 5 હજાર ગ્રાહકોનું 56 લાખનું વીજ બિલ બાકી છે જેને લઈ જાગૃતિ માટે UGVCLના કર્મીએ આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી. પાટણ શહેરમાં ગીત સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર જાણીતા કલાકાર જગદીશ ગોસ્વામી કે જેઓ UGVCL પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Bhavnagar; A rosy color doesn't pay the light bill; Help the electrician

ત્યારે તેઓ પોતાની ફરજની સાથે સાથે પોતાના ગીત-સંગીતના શોખને પણ જીવંત રાખી વીજબિલ બાકી ગ્રાહકોને પોતાના મધુર કંઠે ગીતોના માધ્યમથી લાઈટ બીલ ભરવા જણાવી રહ્યા છે. તેઓએ ‘રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બિલ ભરતો નથી’ આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી કે, બધા લાઈટ બિલ ભરી દેજો તો પંખા નીચે જમવા મલશે નહીતર કનેક્શન કપાઈ જશે. જે તે વિસ્તારમાં ગ્રાહકોના લાઈટ બિલો ભરવાના બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઈટ બિલ ભરતા નથી. તેવા ગ્રાહકોના વીજ કનકશનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે તેઓ દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઈટ બીલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે. લાઈટબીલ ભરવાની અપીલ સાથેના આ ગીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Exit mobile version