Bhavnagar

ચકચારી તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહના જામીન મંજૂર

Published

on

પવાર

ભાવનગરના ચકચારી તોડકાંડ પ્રકરણમાં કોર્ટે યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહના જામીન આજે મંજૂર કર્યા છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમી કાંડ બાદ સપાટી પર આવેલા તોડકાંડમાં સંડોવાયેલા શિવભદ્રસિંહે જામીન અરજી મુકતાં આજે જામીન અરજીમાં બન્ને પક્ષે દલીલો પુરી થતાં ન્યાયાધીશે શિવભદ્રસિંહના જામીન મંજૂર કર્યા છે. સ્પર્ધાત્મક પરિક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતાં રાજ્યભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Bail granted to Yuvraj Singh's brother-in-law Shivbhadra Singh in Chakchari case

યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાડનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાર બાદ તોડકાંડનો મામલો સપાટી પર આવતા પોલીસે યુવરાજસિંહ જાડેજા તેમજ તેના સાળા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. દરમિયાનમાં શિવભદ્રસિંહ ગોહીલે જામીન અરજી મુકતા તેની સુનાવણી આજે થતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

Trending

Exit mobile version