Palitana

પાલીતાણામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

Published

on

પવાર

  • નારી વંદન ઉત્સવ-૨૦૨૩

નારી વંદન ઉત્સવ-૨૦૨૩”ની ઉજવણી અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલાઓને કાયદાકીય સમજ પૂરી પાડવાની સાથે સાયબર ગુનાઓ અને અભયમ ટીમની કામગીરી અંગે પણ જાણકારી આપી દીકરીઓને માર્ગદર્શિત કરવામાં આવી હતી. પાલિતાણા ભીલવાસ વિસ્તારમાં યોજાયેલ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજવામાં આવેલ જેમાં પાલીતાણા પીએસઆઇ એસ. એમ. સોલંકી 181 મહિલા હેલ્પલાઇન ટીમનાં કાઉન્સિલર વૈશાલી સરવૈયા, મહિલા કોન્સ્ટેબલ કોલમબેન ગોહેલ દ્વારા મહિલા 181 મહિલા હેલ્પલાઇન વિશેષ માહિતી આપી હતી

awareness-seminar-on-domestic-violence-act-held-in-palitana-on-the-occasion-of-nari-vandan-utsav

તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી. તેમજ મહિલા એનજીઓ ટીમ સાથે રહી ને ભિલવાસની દેવીપૂજક મહિલાઓને રોજગારી અર્થે દિવડા તેમજ સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવી. હતી. અહીં ખરા અર્થમાં નારી વંદન ઉત્સવ ઉજવાયો છે.

Trending

Exit mobile version