Gariadhar

નારી વંદન ઉત્સવ નારીશક્તિને પ્રેરિત કરી દિશા આપવાનો છે : વૈશાલી સરવૈયા

Published

on

પવાર

  • ગારીયાધાર મહિલા કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી, બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી, 181 ના કાઉન્સિલર વૈશાલી સરવૈયા એ જબરદસ્ત વ્યક્તવ્ય આપ્યું

ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે ઓગસ્ટના પ્રથમ સપ્તાહને ‘નારી વંદન’ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગારીયાધાર મહિલા કોલેજ ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર સરવૈયા વૈશાલી મહિલા કોન્સટેબલ ગોહિલ કોલમબેન દ્વારા કોલેજની વિધાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપેલ ઘરેલુ હિંસા છેડતી, બ્લેકમેઇલ , સાઇબર ક્રાઇમ ને લગતી માહિતી આપવામાં આવી હતી

nari-vandan-utsav-to-inspire-and-guide-femininity-vaishali-sarvaiya

181 એપ્લિકેશન ડાઉનલોડ કરવી તેની વિશેષ માહિતી આપેલ હતી આવી રીતે બેટી બચાવો બેટી પઢાઓ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં 181 ટીમના કાઉન્સિલર વૈશાલી સરવૈયાએ આ ઉત્સવ નારીશક્તિને પહેચાન આપવા, તેને પિછાણીને તેને પ્રેરિત કરી, તેની તાકાતને દિશા આપવાનો છે. આગળ કહ્યું કે, નારી પુરુષ સમોવડી નહિ પણ પુરુષ કરતાં અનેરી બનીને પોતાની અલગ પહેચાન ઊભી કરે. આજે નારીની આંખમાં આંસુ નહિ પણ ચમક છે. આજે દીકરી માત્ર પારકી થાપણ નહીં પરંતુ પગભર બનીને બે કૂળને તારી રહી છે.

Trending

Exit mobile version