Bhavnagar

ભાવનગરના પેપરલીક પ્રકરણમાં પ્રિન્સીપાલ સહિત ત્રણ શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ : પૂછપરછ

Published

on

દેવરાજ

કાકડીયા કોલેજના પ્રિ.ગલાણીએ ફોટા વાયરલ કરાવ્યા: મહિલા સહિત ચાર સામે નોંધાયો ગુનો

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમેસ્ટર-6 ની પરીક્ષામાં ગત શનિવારે લેવાયેલ ફાઇનાન્સ એકાઉન્ટ ( મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ) નો પેપર લીક થવા મામલે પોલીસ અને યુનિવર્સિટીની સંયુક્ત તપાસ બાદ યુનિવર્સિટીના કુલસચિવે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત વી. ગલાણી સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બી. કોમ સેમેસ્ટર-6 ની પરીક્ષા દરમિયાન ગત શનિવારે પરીક્ષાના સમય પહેલા જ ફાઇનાન્સ એકાઉન્ટ (મેનેજમેન્ટ એકાઉન્ટિંગ) નું પેપર લીક થયું હતું.આ મામલે ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાં પેપર લીક થયાની માહિતી જાહેર કરી હતી, જેને અનુસંધાને પરીક્ષા સમિતિ અને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને આ પેપર ભાવનગરની જી.એલ. કાકડીયા કોલેજમાંથી ફૂટ્યું હોવાનું ફલિત થતા યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ ગઈકાલે જાહેર રજાના દિવસે બેઠક બોલાવ્યા બાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Attempt to remand three persons including principal in Bhavnagar paper leak case: Inquiry

યુનિવર્સિટીના કુલસચિવ કૌશિકભાઈ લાભશંકરભાઈ ભટ્ટે નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ભાવનગરની જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અમિત.વી.ગલાણીએ પોતાના અંગત લાભ માટે પેપર ફોડવાના ઇરાદે ગેરકાયદેસર રીતે પેપર નં. 7 નો ફોટો પાડી એ પેપરના ફોટા ને સૃષ્ટિબેન બોરડા દ્વારા વિવેક મકવાણાના મોબાઈલમાં ફોટા પડાવી તે પેપરના ફોટાને અજય લાડુમોરના મોબાઇલમા વોટ્સએપ દ્વારા મોકલી આપવા કહ્યું હતું. વિવેક મકવાણાએ પેપરના ફોટા યશપાલસિંહ ગોહિલ તથા રાહુલ ડાંગરને મોકલી ફોટા વાયરલ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે ડો. અમિત ગલાણી, સૃષ્ટિબેન બોરડા, અજય લાડુમોર અને વિવેક મકવાણા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 406, 409, 120-બી, 114, 34 તેમજ આઇ.ટી. એક્ટની કલમ 72 72(એ) મુજબ ગુનો નોંધી ડો. અમિત ગલાણી, અજય લાડુમોર અને વિવેક મકવાણાની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version