Bhavnagar

ભાવનગર : પેપર લીક મામલે જી.એલ.કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ ની ધરપકડ

Published

on

કુવાડિયા

  • યુનિવર્સીટીના કુલસચિવની પોલીસ ફરિયાદ બાદ ત્રણેયની કરાઈ ધરપકડ

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ બી.કોમ સેમેસ્ટર-૬ ની પરીક્ષામાં ગત શનિવારે લેવાયેલ ફાઇનાન્સ એકાઉન્ટ ( મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ) નો પેપર લીક થવા મામલે પોલીસ અને યુનિવર્સિટીની સંયુક્ત તપાસ બાદ યુનિવર્સિટીના કુલસચિવે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત વી. ગલાણી સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બી. કોમ સેમેસ્ટર-૬ ની પરીક્ષા દરમિયાન ગત શનિવારે પરીક્ષાના સમય પહેલા જ ફાઇનાન્સ એકાઉન્ટ (મેનેજમેન્ટ એકાઉન્ટિંગ) નું પેપર લીક થયું હતું. આ મામલે ગુજરાતમાં બનટી પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાં પત્રકાર યોજી પેપર લીક થયાની માહિતી જાહેર કરી હતી, જેને અનુસંધાને ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ અને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને આ પેપર ભાવનગરની જી.એલ. કાકડીયા કોલેજમાંથી ફૂટ્યું હોવાનું ફલિત થતા યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ ગઈકાલે જાહેર રજાના દિવસે બેઠક બોલાવ્યા બાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Bhavnagar: Three arrested, including the in-charge principal of GL Kakadia College in the paper leak case

યુનિવર્સિટીના કુલસચિવ કૌશિકભાઈ લાભશંકરભાઈ ભટ્ટે નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ભાવનગરની જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અમિત.વી.ગલાણીએ પોતાના અંગત લાભ માટે પેપર ફોડવાના ઇરાદે ગેરકાયદેસર રીતે પેપર નં. ૭ નો ફોટો પાડી એ પેપર ના ફોટા ને સૃષ્ટિબેન બોરડા દ્વારા વિવેક મકવાણાના મોબાઈલમાં ફોટા પડાવી તે પેપરના ફોટાને અજય લાડુમોરના મોબાઇલમા વોટ્સએપ દ્વારા મોકલી આપવા જણાવતા વિવેક મકવાણા એ પેપરના ફોટા યશપાલસિંહ ગોહિલ તથા રાહુલ ડાંગરને મોકલી ફોટા વાયરલ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે ડો. અમિત ગલાણી, સૃષ્ટિબેન બોરડા, અજય લાડુમોર અને વિવેક મકવાણા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૯, ૧૨૦-બી, ૧૧૪, ૩૪ તેમજ આઇ.ટી. એક્ટની કલમ ૭૨ ૭૨(એ) મુજબ ગુનો નોંધી ડો. અમિત ગલાણી, અજય લાડુમોર અને વિવેક મકવાણાની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version