Sihor
સિહોરના નેસડા અને કરદેજ ખાતે સેવાકીય કાર્યો કરીને અશ્વિનભાઈ આહીરના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
પવાર
સિહોર તાલુકાના નેસડા તેમજ કરદેજ ખાતે વૃક્ષારોપણ તેમજ ગાયોનો ઘાસચારો અને વૃદ્ધાશ્રમ ખાતે વિવિધ સેવાકીય કાર્યો કરી અશ્વિનભાઈ આહીરના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ભાવનગર તાલુકા ભાજપ ના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ નારૂભાઈ આહીરના જન્મ દિવસ નિમિતે કરદેજ ખાતે આવેલ પીપલ વન ખાતે વૃક્ષા રોપણ કર્યું હતું.
તેમજ નેસડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં વડીલો માટે ભોજન વ્યવસ્થા કરાઈ હતી તેમજ ગૌશાળા ખાતે ગાય માતાને કડબ નીરવામાં આવી હતી જન્મ દિવસ દરમિયાન વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.