festival

ભાવનગર જિલ્લામાં સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી

Published

on

ભાવનગર જિલ્લામાં સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી




ઠેર ઠેર માનવ સેવાના કેન્દ્રો, આજે વહેલી સવારથી ભકતોનો પ્રવાહ વીરપુર તરફ: ગાદીપતિ પૂ. રઘુરામ બાપા તથા પરિવારજનો દ્વારા પૂ. જલારામ બાપાની સમાધિએ પૂજન આરતી: શોભાયાત્રા નીકળી : અનેરો ધર્મોલ્લાસ, ભાવનગરમાં જલારામ મંદિરે 225 વાનગીનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

દેવરાજ
ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાઇ પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડયા હતા. જલારામ બાપાની 225મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી આજરોજ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જલારામ મંદિર આનંદનગર ખાતે બાપા 225 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો, સવારથી જ દર્શનાર્થે મંદિર ખાતે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેમાં 20 હજાર થી વધુ ધર્મપ્રેમી જનતા મહાપ્રસાદનો લાભ લેશે. બાપાની જન્મ જયંતી નિમિતે જલારામ મંદિર આનંદનગરને રોશનીથી શણગારવામાં આવેલ છે, બાપાની જન્મ જયંતીના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે સવારે 8:15 કલાકે ધજા પૂજન સવારે 8:30 કલાકે બાપાનું પૂજન સવારે 11:00 કલાકે બાપાને 225થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો, જેના દર્શન તેમજ બપોરે 12.15 કલાકે બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે, સવારે 6.30 કલાકે બાપાની આરતી કરવામાં આવી હતી, જલારામ જયંતિ નિમિત્તે આનંદનગર જલારામ મંદિરે સવારે.9.30 થી 2 દરમ્યાન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઇ રહ્યા છે. જલારામ જયંતિના દિવસે આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 50,000 કરતાં વધુ ભક્તજનો દર્શનનો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11 થી બપોરે 3 કલાક સુધી જલારામ મંદિર આનંદનગર ખાતે યોજાઈ રહ્યું છે, જેવા પ્રતિ વર્ષ 20,000 કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે. આથી સર્વ ભક્તજનોને બાપાની જન્મ જયંતીના રોજ મહાપ્રસાદ અને દર્શનનો લાભ ભાવિકોએ મોટી સંખ્યામાં લીધો હતો.

Trending

Exit mobile version