Bhavnagar
Exclusive : 2023માં એક્સપાયર થવાની હતી તેવી અંદાજે 4000 બોટલ દવાનો જથ્થો ભાવનગરના જવાહર મેદાન પાસે કોઇએ ફેંકી દીધો
ઓન ધ સ્પોટ રાત્રીના 9/05કલાકે
કેતન સોની ભાવનગર
ભાવનગર શહેરના જવાહર મેદાન સામેના ભાગમાં મસમોટો દવાનો અને બાયોમેડિકલ વેસ્ટનો મસમોટો જથ્થો કોઈ કચરામાં ફેંકી જતા મચી ચકચાર મચી છે સેનેટાઇઝરની અંદાજીત 4000 કરતા વધુ બોટલો જે હજુ એક્સપાયર થઈ ન હતી ઉપરાંત અનેક એવી દવાઓ જે હજુ માર્ચ 2023 માં એક્સપાયર થવાની છે તેમજ મેડિકલ વેસ્ટ નો મોટો જથ્થો કોઈ ઈસમો લારીમાં ભરી અહીં ફેંકી જતા ચકચાર મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનિય છે કે અહીં મોટી સંખ્યામાં ગરીબ પરિવારો ના ઝુંપડા અહીં આવેલા છે
અને તેના નાના ભૂલકાઓ અહીં આ દવાઓથી રમી રહ્યા હતા રમત…જો કોઈ બાળક ભૂલ થી આ દવા ખાઈ ગયું હોય કે સેનેટાઇઝર ની બોટલ થી કોઇ બાળક ને નુકશાન થયું હોત તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે..આટલી મોટી સંખ્યામાં દવાનો જથ્થો જેમાં અનેક દવાઓ પર લખેલું હતું…ફિઝિશિયન સેમ્પલ, નોટ ફોર સોલ્ડ…ત્યારે આ દવા અહીં કોણ ફેંકી ગયું તે તપાસ નો વિષય..