Ahmedabad

અમદાવાદના કેરાળા ગામે વાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Published

on

પવાર

થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા લાખો રૂપિયાનો દારૂ ઉતાર્યો, 10.39 લાખ રૂપિયાની કિંમતની દારૂની 2760 બોટલ ડુંગળીના બાચકા પાછળ છુપાવી હતી, પોલીસના સપાટામાં વાડીમાલિક સહિત બે બુટલેગર હાજર મળી ન આવ્યા

થર્ટી ફર્સ્ટમાં રસિયાઓ માટે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરોએ વિલાયતી દારૂનો મસમોટો જથ્થો ઉતાર્યો છે. ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય, બુટલેગરો ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું હોય તેમ ગઢડાના કેરાળા ગામે વાડીમાં ડુંગળીના બાચકા પાછળ છુપાવેલો 10 લાખથી વધુની કિંમતનો અંગ્રેજી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના કેરાળા ગામની સીમમાં ગઢડા રોડ ઉપર ભાયા ગોબરભાઈ શેખ (રહે, કેરાળા) નામના શખ્સની વાડીએ વાડીમાલિક બુટલેગર ભાયા શેખ અને પીઠુ ગોવાળિયા (રહે, રાયપર, હાલ ગઢડા)એ અંગ્રેજી દારૂનો મસમોટો જથ્થો ઉતાર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે ગઢડા પોલીસના સ્ટાફ આજે વહેલી સવારના અરસામાં પંચોને સાથે રાખી વાડી ત્રાટક્યો હતો.

a-large-quantity-of-foreign-liquor-worth-lakhs-of-rupees-was-seized-from-a-wadi-in-kerala-village-of-ahmedabad

અહીં વાડીમાં રહેલ એક પાકા મકાનમાં તલાશી લેતા ડુંગળીના બાચકાની પાછળ છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 2760 બોટલ (કિ.રૂા.૧૦,૩૯,૨૦૦) નો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂનો જથ્થો પોલીસે કબજે કરી રેઈડ દરમિયાન હાજર નહીં મળી આવેલા પીઠુ દેવાયતભાઈ ગોવાળિયા અને ભાયા ગોબરભાઈ શેખ નામના શખ્સો સામે પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (ઈ), 116 (બી) અને 81 મુજબ ગુનો નોંધી ફરાર બન્ને બુટલેગરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version