Sihor
સિહોર શહેરમાં CCTV કેમેરા માટે ગ્રાન્ટ ફાળવવા મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સુધી રજુઆત
કુવાડીયા
ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર સિહોર ચેપ્ટર દ્વારા મહિલા સાંસદને પત્ર પાઠવી રજુઆત કરી, પત્રમાં ખાસ ટાંકવામાં આવ્યું કે હાલના સંજોગોમાં સીસીટીવી જરૂરી છે, આગ્રહભરી માંગણી કરી
સિહોર શહેરમાં માત્ર કાગળ પરના વિકાસની બુમરાણ છે હકીકતમાં વિકાસ ખોખલો છે તે સત્ય છે સમસ્યાની ચારે બાજુથી ઘેરાયેલું શહેર એટલે સિહોર. વર્ષોથી માત્ર સીસીટીવીની વાતો થતી આવી છે સત્ય એ છે કે માત્ર મીડિયા પૂરતી બાબતો સીમિત રહે છે. કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તેનું એક કારણ લોક જાગૃતિનો અભાવ પણ છે. એના માટે પ્રજા પણ એટલી જવાબદાર છે. ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર સિહોર ચેપ્ટર દ્વારા મહિલા સાંસદને પત્ર પાઠવી રજુઆત કરી કે સિહોર શહેરમાં સીસીટીવી કેમેરા માટે ગ્રાન્ટ ફાળવો.
સિહોર મહત્વનું ઔદ્યોગિક, સામાજીક અને ધાર્મિક મથક છે, અને ૨ જી.આઇ.ડી.સી સહીત કુલ ૪ ઓધોગિક વિસ્તારો આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત બહારના કામદારો અહીં સ્થાયી થઇને મોટી સંખ્યામાં વસ્યા છે. સિહોરની આર્થિક ઉન્નતિ પ્રગતિ પણ થઇ રહી છે જે ખુશીના સમાચાર છે. પરંતુ સાથોસાથ ગુનાખોરીનો આંક પણ ઉપર જઇ રહયો છે જે ચિંતા પ્રેરક છે. સરકારશ્રીની નિતિ અને અભિગમ પ્રમાણે આ માટે દરેક શહેરોમાં C.C.T.V. લગાડવાનું આયોજન ધણા સમયથી હાથ ઘરાયુ છે. થોડા વર્ષો અગાઉ સિહોરમાં કેમેરા લગાડવાની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી થયેલ અને તે માટે સિહોરના ઉદ્યોગપતિ-વેપારી અને સામાન્ય નાગરિકોએ મોટી એવી રકમ આ માટે ભેગી કરી સિહોર પોલીસ વિભાગને સોંપાયેલ પરંતુ કોઇપણ કરણોસર આજ સુધી નથી આ કાર્યવાહી શરૂ થઇ કે નથી આ અંગેનો હીસાબ જે ખરેખર દુઃખદ છે. ખેર! જે બન્યુ તે પરંતુ હાલના સંજોગમાં સિહોરમાં ચોરી,લુટ,છેડતી જેવા ગુનાખોરીના કેસો તે વધતા જાય છે.
અને તાજેતરમાં જ એક આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂા. એક કરોડથી વધુ રકમની લુટ કરવામાં આવેલ પરંતુ બાહોશ પોલીસમેનની કામગીરીથી તે પકડાઇ ગયા છે. પરંતુ ભવિષ્યમાં જો આવા બનાવો બનેતો C,CT.V. ન હોવાને લીધે આવા ગુનેગારોને પકડવા ખૂબ વિકટ બની રહે. આપશ્રી સાંસદ તરીકે ગ્રાંટ આપના વિસ્તારના વિવિધ શહેરોમાં લોક સુખાકારીના હેતુ માટે ફાળવો છો જે પ્રસંશનીય છે.આપ આપની ગ્રાંટ માંથી સિહોરના C.C.T.V, માટેની પુરી રકમ ફાળવી સિહોરને ખુબ ઉપયોગી કામગીરી પુરી કરશો કારણકે હવે સ્થાનિકો પાસેથી આ કાર્ય માટે ફરી કાંઇ રકમ મળવી શક્ય નથી તેથી પુરી રકમની આ કાર્ય માટે ફાળવવા ફરી આગ્રહ ભરી માંગણી કરી છે.