Sihor

ગાબડું નિર્દોષનો જીવ લેશે ; સિહોર ભાવનગર વચાળે નવાગામ પાસેના હાઇવે પર પડ્યું મસમોટું ગાબડું

Published

on

બરફવાળા

જાળવીને હો….મોત રાહ જુવે છે…

ભાવનગર રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા નવાગામ નજીક નાળામાં ગાબડું પાડતા રાહદારીઓ માટે જોખમ ઉભુ થયુ છે, વર્ષો જૂના જર્જરિત બનેલા નાળામાં અચાનક ગાબડું પડી જતાં ડાયવર્જન મૂકી દેવામાં આવ્યું છે. ગાબડું પડ્યું એ પૂર્વે આ જ રોડ પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોતાના કાફલા સાથે અહીંથી પસાર થયા હતા. ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા નવાગામ નજીક મુખ્ય રોડ પર આવેલા વર્ષો જૂના જર્જરિત બનેલા નાળામાં અચાનક ગાબડું પડી ગયું હતું.

A gap will take innocent lives; A huge gap fell on the highway near Navagam at Sihor Bhavnagar

આ રોડ ચોવીસે કલાક વાહનોથી ધમધમતો હોય છે, તે દરમ્યાન ભારે વાહન પસાર થતા નાળા ની બરાબર વચ્ચેથી રોડ બેસી ગયો હતો અને 5*8 ફૂટ નું ગાબડું પડી ગયું હતું, નાળા ના સળિયા કાટ લાગવાના કારણે જર્જરિત બની ગયા હતા જેથી વજન ખમી નહિ શકતા સળિયા તૂટી જતાં રોડ અંદર ધસી ગયો હતો, સદનસીબે ગાબડું પડતાં અકસ્માત થતાં રહી ગયો હતો, જેથી ત્યાં તાત્કાલિક પથ્થરો અને બાવળના કાંટા આડા મૂકી ડાયવર્જન આપવામાં આવ્યું છે, દિવસ દરમ્યાન પ્રકાશ હોવાના કારણે વચ્ચે ગોઠવાયેલું ભય સૂચક બોર્ડ જોઈ શકાય પરંતુ હજારો વાહનોથી સતત ધમધમતા રોડ પર રાત્રિ દરમ્યાન અકસ્માત થવાનું પૂરું જોખમ છે, ત્યારે સત્વરે તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય મરામત કરાવી રાહદારીઓ નો ભય દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

Advertisement

Trending

Exit mobile version