Sihor
સિહોર નજીક ખોડિયાર મંદિર પાસે સ્ટેટ હાઇવે પર મોતના ખાડાઓ ; હાઈવેની કથળતી જતી હાલત
મિલન કુવાડિયા
શરમજનક…આ ભાજપનો ગઢ ગણાય છે, રસ્તાઓની સમસ્યા બારમાસી : વાહન ચાલકો ત્રાહિમામ, સ્ટેટ હાઇવે બિસમાર, ભાજપના ગઢ ગણાતા રાજપરા ખોડિયાર હાઇવે પર રસ્તાની આ હાલત..? વિકાસ દયનિય સ્થિતિમાં, લોકોને પારાવાર પરેશાની
સિહોર અને તાલુકો એટલે ભાજપનો ગઢ કહેવાય છે હવે જિલ્લાના મોટાભાગના કાર્યક્રમો પણ હવે સિહોરના આંગણે કરવામાં આવે છે જિલ્લા પ્રમુખ પણ સિહોર થી છે તો જિલ્લા પંચાયત પ્રમુખ પણ સિહોર પંથકના જ છે.
ભાજપના ગઢના રસ્તાઓની દુર્દશા જોતા એવું થાય કે જો અહીં આવું હોય તો બીજે તો કેવું હશે ? સિહોરના મોટાભાગના રસ્તાઓ એ નવા બનેલા હોય કે થિંગડા મારેલા હોય તો બધા લોટ પાણીને લાકડા જ છે. જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર જેને લઈને નબળી ગુણવત્તા ના રસ્તાઓ કે જે ભોગવવું તો આખરે પ્રજાને જ પડે છે. સિહોર ને જોડતા તમામ માર્ગો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી ની રાહમાં જ હોય તેવું લાગે છે. સિહોરમાંથી પસાર થતા ભાવનગર રાજકોટ સ્ટેટ હાઇ-વેની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. આ રોડ પર સતત વાહનોની અવરજવર રહેવાને કારણે અહીં વારંવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાયા કરે છે.
એમાં નિર્દોષ માનવીઓની જિંદણી હણાય જાય છે લોકોની અનેક રજુઆતો કરવા છતાં સતાધીશો અને તંત્ર આંખ આડા કાન કરે છે જેને કારણે વાહનચાલકોમાં તંત્ર વિરુધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાવનગરથી રાજકોટ સુધીનો સ્ટેટ હાઇ -વે અત્યારે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠીયા સમાન બની ગયો હોય એવું લાગે છે. આ રોડને નામ તો સ્ટેટ હાઇ- વે એવું હાઇ લેવલનું અપાયું છે.
પણ આ રોડ પરથી પસાર થનારાઓ હવે આ હાઇ- વે કક્ષાના રસ્તા વિશે ચર્ચાઓ કરવા લાગ્યા છે. હાઇ વે પર અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે. આ રોડ પર નાના વાહન ચાલકોએ પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા જેવું બની ગયું છે. અહીં રોડ પરની ખાડાઓ બુરવાની કામગીરી પણ ભ્રષ્ટાચાર મુક્ત અને ગુણવત્તા સભર થાય તો સારૂ