Bhavnagar

ભાવનગર શહેરની મેન બજારમાં આવેલા નોવેલ્ટીની દુકાનમાં આગ ભભૂકી ઉઠી

Published

on

ધવલ વાજા

ભાવનગર શહેરની મધ્યમાં આવેલા મેઇન બજાર ની વચ્ચોવચ આવેલી નોવેલ્ટી ની દુકાન માં સવારના સમયે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જેમ જ બાદ આગ પર બે ગાડી પાણી છાંટી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

A fire broke out in a novelty shop in Man Bazar of Bhavnagar city

આગ લાગવાનું કારણ અને નુકસાની જાણવા મળેલ નથી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરમાં આવેલી મેઇન બજારમાં વોચોવચ આવેલી અબ્દુલ કાદર કાસમભાઇ બસીયા ની માલિકીની નોવેલ્ટી ની દુકાન માં વહેલી સવારના સમયે આગભુકી ઉઠતા કિશોરભાઈ દ્વારા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી

A fire broke out in a novelty shop in Man Bazar of Bhavnagar city

ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર બે ગાડી પાણી છાંટી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી પરંતુ નોવેલ્ટીની દુકાનમાં રાખવામાં આવેલો માલ સામાન સંપૂર્ણપણે ખાક થઈ જવા પામ્યો હતો આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી

Advertisement

Exit mobile version