Sihor
સિહોરના સોનગઢ પીપરલા ગામના જંગલ વિસ્તારમાં આગ લાગી, કાબૂ મેળવવા વનવિભાગ કામે લાગ્યું
દેવરાજ
ફોરેસ્ટની સરકારી પડતર જગ્યામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસો, આગ લાગવાનું કારણ અંકબંધ
સિહોરના સોનગઢ નજીક આવેલ પીપરલા ગામના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં આગની ઘટના બની છે. આજે જંગલના ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગ લાગી છે. આગ લાગતાના સમાચાર મળતા વનવિભાગનો મોટો કાફલો દોડી ગયો હતો. અહીં આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરની ટીમ પણ દોડી ગઈ હતી અને આગ બુજાવવા પ્રયાસ શરૂ કરી દીધા હતા સમગ્ર ઘટનાને લઈ વહીવટી તંત્ર અને વનવિભાગ દોડતું થયું છે.
જોકે આ વિસ્તાર સરકારી પડતર અને રેવન્યુ વિસ્તાર કહેવાય છે. આગ અને ધુમાડા ઉપર કંટ્રોલ કરવા માટે તંત્ર અને વનવિભાગ બંને ની કવાયત શરૂ કરી હતી. જોકે સમગ્ર આગ મોટાભાગની કંટ્રોલ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. હજુ સુધી કોઈ ખાસ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી હાલ તો તંત્રના તપાસ બાદ કારણ બહાર આવી શકે છે.