Bhavnagar

ભાવનગરમાં પોલીસના લોકદરબાર બાદ જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી ચાર વ્યાજખોરોને ઝડપી લીધા

Published

on

Pvar

ભાવનગરમાં પોલીસે વ્યાજખોરી ના દુષણને ડામવા જાહેર લોક દરબાર યોજ્યા બાદ તુરંત જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી ચાર વ્યાજખોરોને ઝડપી લીધા છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની ભાવનગર રેન્જ, ભાવનગર અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા ભાવનગર, પોલીસ હેડ કવાટર્સ ખાતે જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ. આ જાહેર લોક સંવાદમાં ભાવનગર શહેર/ગ્રામ્યમાંથી જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળવા પામેલ.

જે અંગે તાત્કાલિક ફરિયાદીશ્રીઓની ફરિયાદો લઇને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ,પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો અને ભાવનગર, એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. એન.જી.

In Bhavnagar, strict action was taken against usurers only after the public meeting of the police and four usurers were arrested.

જાડેજા તથા સ્ટાફનાં માણસો તથા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડી તેઓ પાસે ફરિયાદીઓનાં લેવામાં આવેલ ચેક, લખાણ વિગેરે દસ્તાવેજો મેળવવા માટે સખત સુચના આપવામાં આવેલ. પોલીસે જે વ્યાજખોરો સામે ફરિયાદ કરી તેને ઝડપી લીધા છે તેમાં જેતુભાઇ દડુભાઇ દેસાઇ ઉ.વ.35 રહે.ખડસલીયા , આલીંગભાઇ ભગુભાઇ હરકટ ઉ.વ.55 રહે.

તળાવની બાજુમાં, ભુંભલી, સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ ઉ.વ.36 આટા મીલ પાસે, વિઠ્ઠલવાડી, ભાવનગર, રણજીતભાઇ ભાવસંગભાઇ પરમાર ઉ.વ.30 રહે.નવા પ્લોટ, આંબલી વાડી,વરતેજ, ભાવનગર નો સમાવેશ થાય છે. આરોપીને ઝડપી લેવાની કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા, કે.એમ.પટેલ, બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, રાઘવેન્દ્દસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, મુકેશભાઇ પરમાર જોડાયા હતા.

Advertisement

Exit mobile version