thief

સોનગઢમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૨ ફરાર 

Published

on

સોનગઢમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૨ ફરાર 


એલસીબીએ દારૂની ૨૦૦ બોટલ અને ૧૯૨ બિયરના ટીન મળી રૂ. ૯૪, ૦૭૫નો મુદ્દામાલ કબ્જે કર્યો 


Pvar
ભાવનગર એલસીબીએ જિલ્લાના સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ પર પડતર જગ્યા પર બાવળની કાંટમાં છુપાવેલ  વિદેશી દારૂની ૨૦૦ બોટલ અને બિયરના ૧૯૨ ટીન મળી કુલ કિ.રૂ.૯૪,૦૭૫ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.એલ.સી.બી પોલીસ સ્ટાફનાં પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અજયસિહ બળદેવસિહ ગોહિલ (રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ) એ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા ગે.કા રીતે વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે રેઇડ કરી અજયસિંહ બળદેવસિહ ગોહિલ ઉ.વ.૩૩ ધંધો-.ડ્રાયવીંગ રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર)ને ઝડપી લઈ  
ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ બોટલ નંગ-૧૪૫ કિ.રૂ.૪૯,૩૦૦ – ૮ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કી  બોટલ નંગ-૫૫ કિ.રૂ.૨૫,૫૭૫, કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ અને  બિયરના  ટીન૧૯૨ કિ.રૂ.૧૯,૨૦૦ મળી કુલ રૂ.૯૪,૦૭૫ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલ મહેશ ધરમશી પરમાર(રે. નવાપરા વિસ્તાર, સોનગઢ) અને પાલીતાણામાં રહેતા નરેશ નામના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં 
પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિહ ગોહિલ, હરીચન્દ્રસિહ દીલુભા અને  શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.

Trending

Exit mobile version