Vallabhipur

સિહોરના મેઘવદર ગામનો નવલ સોલંકી વિદેશી દારૂ બિયર સાથે ઝડપાયો

Published

on

બ્રિજેશ

  • વલ્લભીપુર પોલીસને દારૂ હેરફેરની બાતમી મળી, ચમારડી આસપાસ પોલીસ કાફલો ગોઠવાયો, ફિલ્મી દર્શયો સર્જાયા, દારૂ અને બિયરના જથ્થા સાથે મેઘવદર ગામનો નવલ સોલંકી પોલીસના હાથે ગિરફ્તાર

આ લખાય છે ત્યારે રાત્રીના 9/30 કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના મેઘવદર ગામનો નવલ સોલંકી દારૂ અને બિયરના જથ્થા સાથે વલ્લભીપુર પોલીસના હાથે ઝડપાયો છે. આ લખાય છે ત્યારે વલ્લભીપુર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ પી. ડી ઝાલાની સૂચના મુજબ હે.કો દિગ્વિજયસિંહ ગોહિલ અને જગદીશભાઈ .બી. સાંગા અને કલ્પેશભાઈ શેલાણા, ગિરિરાજસિંહ ગોહીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચમારડી નજીક હાઇવે રોડ પર મેજિક ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે

naval-solanki-of-meghwadar-village-of-sihore-was-caught-with-foreign-liquor-beer

તેથી પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી અને બાતમી વળી મેજિક ની તલાશી લેતા 118 વિદેશી દારૂની બોટલ અને 138 બિયર નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1 આરોપી નવલભાઇ મંસંગભાઈ સોલંકી રહે મેઘવદર તાલુકો સિહોર નામના ઇસમને મેજિક સાથે ઝડપી પાડયો હતો, આગળની તપાસ વલ્લભીપુર પોલીસ ચલાવી રહી છે .

Exit mobile version