Uncategorized

ગુજરાતમાં ક્ષત્રિય તો ઉત્તર પ્રદેશમાં ઠાકુર અને હરિયાણામાં રાજપૂત સમુદાયએ ભાજપ સામે બાંયો ચડાવી

Published

on


ગુજરાતમાં ક્ષત્રિય તો ઉત્તર પ્રદેશમાં ઠાકુર અને હરિયાણામાં રાજપૂત સમુદાયએ ભાજપ સામે બાંયો ચડાવી

હેડિંગ
ગુજરાતથી ઉત્તરપ્રદેશ ક્ષત્રિય ઠાકુર અને રાજપૂત સમુદાય ભાજપ સામે ગુસ્સામાં

પેટા
ક્ષત્રિય સમાજના વિરોધ અને અનેક બેઠકો પર ઉમેદવારો સામેના અસંતોષને ડામવા મોદી જ રામબાણ જેવો ઇલાજ : ભાજપના સીનીયર નેતાઓનું સ્પષ્ટ મંતવ્ય

મેટર
કુવાડિયા
ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધનો રાજ્યભરમાં પડઘો પડી રહ્યો છે અને ભાજપની પ્રચાર ટીમને અનેક ગામોમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. તો બીજી તરફ ફકત ગુજરાત જ નહીં છેક ઉત્તર પ્રદેશ સુધી ક્ષત્રિય સમાજ જેવા જ ઠાકુર સમાજમાં પણ ભાજપ સામે જબરો રોષ પ્રવર્તિ રહ્યો હોવાનું સપાટી પર આવી ગયું છે અને ભાજપના વિરોધના એલાન સરહાનપુર, મેરઠ અને ગાજીયાબાદમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સર્વણ સમાજ ભાજપની સાથે રહે છે અને ઉત્તર પ્રદેશમાં ઠાકુર સમુદાયના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે તો કેન્દ્રમાં રાજનાથસિંઘ સરક્ષણ મંત્રી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના મહત્વના નેતાઓ છે પરંતુ હાલમાં જ ભાજપે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ટીકીટમાં ઠાકુર સમુદાયને અન્યાય થયાની લાગણી પ્રવર્તી રહી છે તેથી જ પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં પણ આ વિરોધનો રેલો પહોંચી રહ્યો છે. હાલમાં જ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠાકુર મહાપંચાયતોનું આયોજન થયું અને તેમાં ભાજપ વિરોધી નિર્ણય લેવાયા હતા. જેમાં સરહાનપુર, મેરઠ અને ગાજીયાબાદમાં ગ્રામીણ વિસ્તારો સામેલ હતા. એટલું જ નહીં હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીથી પણ રાજપૂત સમાજના  લોકો મોટી સંખ્યામાં આ પંચાયતોમાં સામેલ થયા હતા અને ખાસ કરીને મેરઠ તથા સરહાનપુરમાં ઠાકુર સમુદાયને ટીકીટ નહીં આપવા સામે વિરોધ થયો અને આ મજબૂત સમુદાયની ઉપેક્ષા કરવા સામે પણ આક્રોશ ઠલવાયો અને ભાજપને તેની તાકાત બતાવવા પણ નિર્ણય લેવાયો હતો. ગાજીયાબાદમાં કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘની ટીકીટ પણ કાપવામાં આવી છે. જો કે મુરારાબાદમાં સર્વેસસિંહને ટીકીટ અપાઇ છે પરંતુ મેરઠા અને સરહાનપુરમાં કાપવામાં આવી છે અને ગુજરાત જેવો જ માહોલ હવે આ વિસ્તારમાં છે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રુપાલાએ આ વિધાનોએ આગ લગાડી છે. હરિયાણામાં પણ સમ્રાટ મીહીર ભોજને ગુર્જર તરીકે દર્શાવાયા તેની સામે પણ વિરોધ છે. એક રાજપૂત રાજાને ગુર્જર બતાવી દીધા તેની સામે જબરો વિરોધ ચાલી રહ્યો છે. નોયડામાં નવમી સદીના આ સમ્રાટની પ્રતિમાના અનાવરણ મુદે રાજપૂત અને ગુર્જર સમુદાય સામસામા આવી ગયા હતા.
 

Trending

Exit mobile version