Bhavnagar
તોડકાંડના આરોપી યુવરાજસિંહે દહેગામમાં અડધા કરોડનો બંગલો ખરીદયો : વેચનારે કર્યો ખુલાસો
બરફવાળા
બંગલાની પૂરી રકમ મને હજુ મળી નથી, કટકે કટકે મળી છે, બંગલો યુવરાજસિંહને વેંચીને મેં ભૂલ કરી છે જોકે આ બંગલાના હજુ દસ્તાવેજ નથી થયા : વેચનાર ભરતભાઈ દોશી
સરકારી ભરતીમાં ડમીકાંડનો ખુલાસો કરનાર યુવરાજસિંહ પર આજકાલ તોડકાંડ માટે ભારે પડી રહ્યું છે.ત્યારે યુવરાજસિંહે ભાવનગરમાં થયેલી 1 કરોડની ડીલનો સીધો સંબંધ દહેગામમાં આવેલા સાથ બંગલા સાથે થઈ રહ્યો છે. યુવરાજે આ બંગલો 51 લાખમાં અમદાવાદમાં રહેતા એક શખ્સ પાસેથી ખરીદયો હોવાની ચર્ચા છે. અને 51 લાખ 11 હજારમાં થયેલા આ સોદામાં યુવરાજસિંહે બંગલાની પુરી રકમ ચુકવી નથી. તેવો બંગલો વેચનારે ખુલાસો કર્યો છે અને જેટલી પણ રકમ ચુકવી છે તે ટુકડે ટુકહે ચુકવી છે બંગલો વેચનારે પોતે બંગલો યુવરાજસિંહને વેચ્યો તેનો વસવસો પણ વ્યકત કર્યો છે. સરકારી ભરતીની પરીક્ષાઓમાં થયેલા ડમીકાંડનાં ખુલાસાને હવે ગણતરીનાં દિવસોમાં જ એક મહિનો પુરો થશે પરંતુ અત્યાર સુધીમાં યુવરાજસિંહનાં તોડકાંડમાં નવો ખુલાસો થયો છે જે મુજબ યુવરાજસિંહે દહેગામમાં ગાંધીનગર-મોટા ચિલોડા રોડ પર વ્રજ ગોપી રેસીડેન્સી નામની રહેણાંક સ્કીમમાં અડધા કરોડનાં ખર્ચે એક બંગલો ખરીદયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
યુવરાજસિંહે આ બંગલો અમદાવાદનાં ભરતભાઈ દોશીએ વેંચ્યો હોવાનુ બહાર થયેલી તપાસ અને પોલીસને હાથ લાગેલા પુરાવા જોતાં ડમીકાંડ પર તોડકાંડ ભારે પડી રહ્યુ છે. કારણ કે સવાલનાં ઘેરામાં આવેલા યુવરાજસિંહ અને તેના સાથીદારોએ કેવી રીતે લાખો રૂપિયા સગેવગે કર્યા અને તેમાંથી કેટલા રૂપિયા મળી આવ્યા તેના તાર છેક દહેગામ સુધી જોડાયેલા હોવાનો દાવો થયો છે.તેમણે જણાવ્યું હતું કે બંગલો ખરીદયા બાદ મને અને મારી પત્નિને કેન્સર થઈ ગયુ હતુ.બંગલાની લોન ચાલુ હતી. એટલે આર્થિક સંકડામણમાં મેં બંગલો વેચવાની તૈયારી દર્શાવી હતી. હુ વ્યકિતગત રીત યુવરાજસિંહને ઓળખતો નહોતો પણ મારા આ બંગલામાં રહેતા ભાડુઆત સુખદેવસિંહ યુવરાજસિંહને જાણતા હતા. એટલે યુવરાજસિંહને 51 લાખ 11 હજારમાં બંગલો વેચવામાં સહમતી બની હતી. ભરતભાઈ દોશીએ જણાવ્યુ હતું કે યુવરાજસિંહ પાસેથી ટુકડે ટુકડે બંગલાના પૈસા મળ્યા છે.પુરા મળ્યા નથી. મેં યુવરાજસિંહને બંગલો વેચીને મોટી ભુલ કરી છે. અમે હજુ દસ્તાવેજ કે બાનાખત કર્યું નથી. ઓન રેકોર્ડ તો આ બંગલો હજુ મારા નામે છે.