Sihor

તંત્રવાહકોના નીતિનિયમોનું સરાજાહેર ઉલ્લંઘન, મહાકાય ટોરસ અને ડમ્પરમાં ક્ષમતા કરતા પણ વધારે સામાનની બેરોકટોકપણે થઈ રહેલી હેરફેર સામે તંત્રનું મૌન

Published

on

દેવરાજ

સિહોરના રાજપરાથી ખાંભા સહિતના ગામોમાં ખનીજનું બેફામ ખનન

સિહોર તાલુકાના રાજપરા અને જાળીયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેઓની ઉપર તત્કાલ નિયંત્રણ મુકવામાં આવે તે અત્યંત જરૂરી છે. આ ખનીજના ખનનની પ્રક્રિયા અને હેરફેરથી આસપાસના રસ્તાઓ પર પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સિહોરના રાજપરા ખોડીયાર મંદિરેથી લઈને જાળીયા અને ખાંભા સહિતના ગામોમાં લાંબા સમયથી સરાજાહેર બેરોકટોકપણે ખનીજના ખનનની પ્રક્રિયા ધમધમી રહેલ છે. જેના કારણે ત્યાં આગળના રોડ પર નિકળતા રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાણના ભડીયાના મહાકાય ટોરસ, ડમ્પર વગેરે ઓવરલોડ ભરી ભરીને જાણે કે, ડમ્પરમાં પર્વત ભરીને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ખાનગી વાહનો વહિવટીતંત્રના નિયત નીતિ નિયમોની ઐસી કી તૈસી કરીને ૧૫ ટનની કેપેસીટીના વાહનોમાં ૨૫ થી ૩૦ ટન જયારે અમુક મહાકાય ટોરસમાં તો ૫૦-૫૦ ટન માલસામાન ભરીને ખુલ્લી ગાડીઓમાં કપચી, રેતી અને પરાજુ લઈને હાઈવે પર બંને બાજુ રેલમછેલ કરતા નિકળી રહ્યા છે.

Systematic silence against rampant violations of carriers' policies, giant torus and indiscriminate movement of goods beyond capacity in dumpers

રોડ પર જાણે કે, ભડીયા ધમધમતા હોય તેવી ચોતરફ ડમરીઓ ચડાવી રહ્યા છે. ત્યારે રાહદારીઓને પણ ખ્યાલ રહેતો નથી કે, આગળ રોડ હશે. તેથી વહેલી તકે પ્રશાસન કડક પગલા ભરીને બેફામ બનેલા ખનીજ માફીયાઓને રોકવામાં આવે તે ખુબ જ જરૂરી છે. હાઈવે પર અવિરતપણે દોડતા આ મહાકાય વાહનોની સતત અવરજવરથી ગામડાઓના રોડને એકાદ બે વર્ષમાં પાયમાલ કરી નાખે છે. બાદ રાહદારીઓને બેથી ત્રણ વર્ષ સુધી ખખડધજ રોડ પર મને કમને નિકળવાનો વખત આવે છે. તંત્રવાહકોની ઘોર બેદરકારીના કારણે પંથકમાં ખનીજ ખનન ધમધમી રહેલ છે. પંચાયતની મિલકતને વારંવાર નુકશાન પહોંચાડનાર આ લોકોની સામે કડક પગલા ભરવામાં આવે તે અંગે ખાંભાના સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ જી.મોરીએ સિહોરના મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ ઉઠાવી છે.

Advertisement

Trending

Exit mobile version