Bhavnagar

ભાવનગર શહેર મધ્યે પસાર થતી નદીઓનું શુદ્ધિકરણ ક્યારે થશે?

Published

on

દેવરાજ

ભાવનગરને મળનારી રાજ્યસરકારની અમુલ્ય ભેટમાં ગટર અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, અંદાજીત ૧૦૦ કરોડ રૂ.ના નદીના શુદ્ધિકરણ પ્રોજેકટમાં ગંદુ પાણી સર્જી રહ્યું છે મુશ્કેલી.

વિકાસની હરણફાળ ભરતી ગુજરાત સરકારે ભાવનગર શહેર મધ્યેથી પસાર થતી કંસારા નદી અને ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે કરોડો રૂ.ની ગ્રાન્ટ ફાળવી ભાવનગર શહેરને ગટરની ગંદકીમાંથી મુક્તિ, શુદ્ધ હવા, પાણીની સુખાકારી સાથે-સાથે હરવાફરવાની સુવિધા યુક્ત કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકાર કરવા અંદાજીત 90 થી 100 કરોડ રૂ.ની ગ્રાન્ટ ફાળવી છે.

When will the rivers passing through Bhavnagar city be purified?

સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાવનગર શહેરની સુરત બદલવા કાર્યરત કરાયો છે. તંત્ર આ અંગે કામગીરી તો કરી રહી છે પરંતુ ગટરનું પાણી સીધું આ નદીઓમાં છોડવામાં આવતું હોય તેમજ અનેક કેમિકલ ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત પાણી આ નદીઓમાં છોડવામાં આવી રહ્યું હોય ત્યારે સરકારની આ મહત્વાકાંક્ષીનો પૂરતો લાભ પ્રજાને ક્યારે મળશે? ભાવસભર અને કલા અને સંસ્કૃતિની નગરી એવા ભાવનગર કે જ્યાં શહેર મધ્યેથી કંસારા અને ગઢેચી નામની 8 કિ.મિ લાંબી બે નદી પસાર થાય છે.ભાવનગરની જીવાદોરી પૈકીના એક એવા બોરતળાવનું પાણી કંસારા નદીમાં છોડી આ નદીમાં વચ્ચે ચેકડેમો કરી જળસંગ્રહની સાથે સાથે જળસંચય તેમજ પશ્ચિમ માંથી નીકળતી ગઢેચી નદી કે જ્યાંથી બોરતળાવનું ઓવરફ્લો પાણી તેમજ આ નદીના સ્ત્રાવ વિસ્તારમાં પડતા વરસાદનું પાણી નીકળી જે સીધું સમુદ્રમાં ભળે છે તેને રોકવા નદીમાં વચ્ચે ચેકડેમો બાંધી તેમાં પાણી રોકી પાણીની સમસ્યાને હલ કરવા સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ કાર્યરત છે.

When will the rivers passing through Bhavnagar city be purified?

પરંતુ સવા આઠ કિમી લાંબી આ નદીઓમાં વર્ષોથી ઠલવાતી ગંદકીના કારણે તે બદસુરત અને દુર્ગંધયુક્ત બની ગઈ હતી. વચ્ચેના ચેકડેમોમાં આ ગંદુ પાણી સ્ટોરેજ થતા તેમાંથી ભારે દુર્ગંધ અને આ ખરાબ પાણી જમીનમાં ઉતરતા પાણી ને ખરાબ કરે છે.ભાવનગર મધ્યથી પસાર થતી આ નદીને સ્વચ્છ અને તેનું નવીનીકરણ કરવા સરકારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજુરી આપી છે જેમાં આ નદીને સાફ સુથરી કરી અને તેના બહુલક્ષી વિકાસની કામગીરીનો પ્રોજેકટને અમલી બનાવી અને 41 કરોડ રૂ. અને 56 કરોડ મળી અંદાજીત 100 કરોડના ખર્ચે નદીનું શુદ્ધિકરણ અને બંને સાઈડ આર.સી.સી ની દિવાલથી બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ આ નદીઓમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું હોય ઉપરાંત ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું હોય સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટને મુશ્કેલી પડી રહી છે.

Advertisement

Exit mobile version