Sihor

સિહોર ; જીઆઇડીસી વિસ્તારોમાં અનેક કારખાનાઓમાં ચીમનીઓ ખુલ્લેઆમ પ્રદુષણ ઓકી રહી છે

Published

on

મિલન કુવાડિયા

જીઆઇડીસી નજીક આવેલ રહેણાંકી વિસ્તારોમાં રહેવાસીઓનું જીવન નર્કથી બદ્તર ; રાત પડતાની સાથે જ પ્રદૂષણ અને ધુમાડાઓ થી નવું આકાશ રચાય છે ; હવા પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણને કારણે આસપાસના લોકો ને તકલીફ નો પાર નથી ; ક્યારેક રાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સિહોર આટો મારે ; પ્રમાણિકતા થી તપાસ થાય તો લોકોના જીવ સાથે થતા ચેડાં અટકી શકે

સિહોરની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોલીંગમીલોનું ભયંકર પ્રદૂષણ ફેલાવતા ધુમાડાનું પ્રમાણ સતત વધી જ રહ્યું છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે કેમકે આ કારખાનાઓમાં લોખંડ સહિત ભંગાર કેમિકલ યુક્ત કચરો પ્લાસ્ટિક સહિત ઘણીજ વસ્તુઓ ઓગાળાય છે આ મિશ્રણ યુક્ત જેરી કચરો ધુમાડા રૂપે સિધો જ હવામાં ભળતા સ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે, સિહોર જીઆઇડીસી 2 અને 4 વિસ્તારમાં કારખાનામાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે ચઢે છે. અને બેફામ ધુમાડો ઓકે છે તેમના માટે કોઈ ઠોસ સિસ્ટમ હજી અમલમાં મૂકવામાં આવી નથી કે કેમ? કે પછી અધિકારીઓ કારખાનેદારો ને અમલી કરાવવામાં ઉણા ઉતરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓને ચીમનીમાંથી નીકળતા રજકણોના કારણે તેમને રહેવું તથા સ્વાસ એવું મુશ્કેલ થઇ ગયું છે. એક તરફ શહેરીજનોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યાં છે છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો ફકત ‘સબ સલામત’નાં દાવા સિવાય આવી ઝેર ઓકતા કારખાના સામે વિશેષ કશું કરતું નથી. હવામાં ભળતા પ્રદુષણને રોકવા માટે રેગ્યુલર મોનિટરિંગ કરવું જરૂરી છે. પરંતુ સ્થિતિ ‘જૈસે થે’ની જેમ રહેવા પામે છે. રાત્રી દરમિયાન અંધારામાં આ ચીમનીમાંથી ધુમાડા નીકળતા હોય છે. ઝેરી કેમિકલ રૂપી રજકણો હવા ભળતા હોય છે.

Sihor; Many factories in GIDC areas have chimneys spewing open pollution

સિહોરનો વિકાસ આજે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આજુબાજુના ગામના લોકો હવે ધંધો રોજગાર માટે સિહોર તરફ વળી રહ્યા છે વસ્તીના પ્રમાણે સિહોરનો વિકાસ થઈ રહ્યો છે બીજી તરફ ઓધોગિક એકમો પણ વધી રહ્યા છે અગાઉ સિહોરની જીઆઇડીસી રોલિંગ મિલ માટે જાણીતી હતી હવે ફરનેસ પ્લાન્ટ માટે જાણીતી બની છે પણ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમજ રોજગારી સાથે પ્રદૂષણ પણ બેહદ વધી રહ્યું છે. એક બાજુ સરકાર પ્રદૂષણ અટકાવવા ને વાતાવરણ બચાવવા કડક નિયમો અમલમાં મુકેલા છે પરંતુ આ નિયમો ખોરંભે ચડી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે જો કારખાને ધારે તો આ પ્રદૂષણ અટકી શકે છે તેના વિકલ્પો તેવો સારી રીતે જાણે છે પરંતુ ધુમાડો ફિલ્ટર કરી હવામાં છોડવામાં આવે તો એનો ખર્ચો ને લાઈટ બિલ વધે માટે તેવો આ સિસ્ટમ નો ઉપયોગ કરતા નથી સિહોર આજુબાજુના વિસ્તાર જેવાકે ઘાંઘળી – નેસડા – વડીયા ઉસરડ પાલડી સહિત શહેરી વિસ્તારની સોસાયટી મહા ગૌત્મેશ્વર નગર, બાલાજી નગર,સત્યમ શિવમ સુંદરમ્ ,શર્મા પાર્ક,શાશ્વત બંગલો,પટેલ ફાર્મ,ગણેશ નગર,પ્રતાપ નગર, આ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ થઈ રહ્યું છે સાથે જ ખેતી લાઈક જમીન તથા ફૂલ ઝાડ ના પાંદડા ઉપર ધુમાડા ના કારણે કાળી છારી બાજી જતી હોઈ છે તેથી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આવતા દિવસોમાં કઈ નક્કર પરિણામ નહિ આવે તો આ વિસ્તાર ના લોકો સાથે મળીને રજૂઆત આવેદન તથા ગુજરાત સરકાર ના જેતે વિભાગ ને સંપૂર્ણ પુરાવા સાથે રજૂઆત કરશે તેવું જાણવા મળે છે

Advertisement

Exit mobile version