Botad

વિવાદનો અંત ક્યારે.? – ત્રણ કલાકની બેઠક બાદ ભીંતચિત્રોના વિવાદનો કોઈ ઉકેલ નહીં, એક વાક્યની પત્રકાર પરિષદ

Published

on

પવાર – બુધેલીયા

સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રોનો મામલો ; સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ નિવેદન : એક સમિતિની રચના કરવામાં આવી છે : સંત વલ્લભ સ્વામી

સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંતોએ 3 કલાક બેઠક યોજી છે, જે બાદ મહત્વની અપડેટ સામે આવી છે.

નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે : સંત વલ્લભ સ્વામી

સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

Advertisement

When will the controversy end? - No resolution to mural controversy after three-hour meeting, one-sentence press conference

સાળંગપુરમાં સ્વામીનારાયણ સંતોની બેઠક

આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યાં હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, આ બેઠકમાં આર.એસ.એસના આગેવાનો પણ ખાસ હાજરી આપી હતી.

Trending

Exit mobile version