Botad
આવતીકાલે સૂર્યોદય પહેલા સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવાશે, વડતાલના સંતોની જાહેરાત
મિલન કુવાડીયા
- સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો ઉકેલ આવ્યો : સ્વામિનારાયણના સંતો અને VHPની બેઠક બાદ નિર્ણય : આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે : સ્વામી પરમાનંદજી
VHP સાથેની બેઠક બાદ વડતાલના મુખ્ય કોઠારીએ કહ્યું, આવતીકાલે સૂર્યોદય સુધીમાં ભીંતચિત્રો દૂર કરાશે ; સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો એક ભાગ કોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ના કરવોઃ વડતાલના મુખ્ય કોઠારી
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. જે ભીંતચિત્રોનો વિવાદ સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો સાથે મહત્વની બેઠક થઈ હતી. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી વકરેલા વિવાદનો ઉકેલ આવ્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંતોએ વિવાદ ન વધે તેવી વાત કરી હતી. વડતાલ સંપ્રદાયના સંતોએ સરકાર સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં VHP અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું.
હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ. આ બેઠક બાદ શહેરમાં વીએસપી સાથે પણ સંતોની બેઠક થઈ હતી. જેમાં આવતીકાલે સૂર્યોદય સુધીમાં ભીંતચિત્રો દૂર કરી દેવાની બાંહેધરી આપવામાં આવી છે. VHP સાથેની બેઠક બાદ વડતાલના મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું કે, આ બેઠક સદભાવનાભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ છે. અમારી વીએચપી સાથે બે કલાક સુધી બેઠક ચાલી છે. સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો એક ભાગ છે. આવતીકાલે સૂર્યોદય પહેલાં જ સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવશે.