Junagadh
મંચ પર ગમે તે હોય માતાજીના હૈયે તો તમામ માંગલ છોરું સ્વયંસેવકો છે જ – શ્રી મહેશભાઈ ગઢવી
કુવાડિયા
માંગલધામ ભગુડામાં અગ્રણી લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે કરાયા અભિવાદન સન્માન
ગોહિલવાડના સુપ્રસિદ્ધ શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં અગ્રણી લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે સ્વયંસેવક કાર્યકરોના અભિવાદન સન્માન વેળાએ જાણિતા વક્તા શ્રી મહેશભાઈ ગઢવીએ ભાવ સાથે કહ્યું કે, અહી મંચ પર ગમે તે હોય પણ માતાજીના હૈયે તો તમામ માંગલ છોરું સ્વયંસેવકો રહેલા છે જ. શ્રી માંગલ માતાજીના સ્થાનક ભગુડાધામમાં આસપાસના ગામોના મંડળ સાથેના ભાવિક સ્વયંસેવકો રાત દિવસ સેવાભાવ અને આસ્થા સાથે જોડાયેલા છે.
આ સ્વયંસેવક કાર્યકરોનું પ્રસાદીના પોષાક સાથે અભિવાદન સન્માન કરવામાં આવ્યું. ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક માંગલધામમાં સેવા આપતા આ પંથકના સેંકડો સ્વયંસેવકોની સેવા શિસ્તને બિરદાવી ગૌરવરૂપ ગણાવતા જાણિતા વિદ્વાન વક્તા શ્રી મહેશભાઈ ગઢવીએ અહી મંચ પર ગમે તે હોય પણ માતાજીના હૈયે તો તમામ માંગલ છોરું સ્વયંસેવકો રહેલા છે જ તેમ ભાવ વ્યક્ત કર્યો. શ્રી માંગલધામના અગ્રણી પ્રમુખ અને લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથેના આ ઉપક્રમ પ્રસંગે તેઓએ સૌના આર્થિક, શારીરિક અને માનસિક સુખ માટે માતાજીના આશીર્વાદ માટે કામના વ્યક્ત કરી. શ્રી માયાભાઈ આહિરે શ્રી માંગલમાતા પ્રત્યે અંધશ્રદ્ધા નહિ પણ શ્રદ્ધા રાખવા ભાર મૂક્યો અને એક એક સ્વયંસેવકો માતાજીના ખાસ રહ્યાનું અને તેઓનું સન્માન કરવાના ભાવ સાથે ગૌરવ હોવાનું ઉમેર્યું. તેઓએ તમામ વર્ણ એક બને અને સમાજમાં સમરસતા સાથે આગળ વધે જેથી ગુજરાત અને ભારત પણ એક બનશે તેમ પ્રાર્થના ભાવ વ્યક્ત કર્યો. ભગુડામાં મંગળવાર તા.૨-૫-૨૦૨૩ના યોજાનાર શ્રી માંગલધામ પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ પ્રસંગે સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે. સન્માનભાવના આ કાર્યક્રમમાં સંચાલનમાં બાબુભાઈ કામળિયા સાથે શ્રી માયુભાઈ કામળિયા રહ્યા હતા.