Health

તરબૂચના બીયા છે ગુણોનો ભંડાર! ડાયાબીટિસ, સુગર, બ્લડપ્રેશર જેવી બીમારીને માત આપવામાં કરે છે મદદ

Published

on

તરબૂચ આપને ગરમીની સીઝનમાં ઠંડા રાખે છે. આપ તરબૂચને માત્ર સ્વાદ માટે થઈને ખાતા હશો પણ આપને જણાવી દઈએ કે તરબૂચના બીયા એન્ટી ઓક્સીડન્ટનું કામ કરે છે. સારી વાત એ છે કે આ બીયામાં કેલોરી કાઉન્ટ પણ ઓછા હોય છે. આમા પ્રોટિન અને અમિનો એસિડની માત્રા ઓછી હોય છે. આ સિવાય પણ તરબૂચના બીયામાં ફૉસફરસ, વિટામીન બી, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, કૉપર, ઝીંક પણ હોય છે. તરબૂચના બીયામાં મોટી માત્રામાં મોનોસેચ્યૂરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જે હ્રદય માટે ખુબ જ ફાયદાકારક છે. આ હાર્ટએટેકના જોખમને પણ ઘટાડે છે. તરબૂચના બીયા કૉલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. તેમા પૉટેશિયમ હ્રદયને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગી સબિત થાય છે.

તરબૂચના બીયામાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે તે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. તરબૂચને બીયા ખાવાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ સુધરે છે. તેમા  કેલોરી ના બરાબર જ હોય છે. એટલે સ્નેક્સના ભાગરૂપે પણ ખવાય છે. તેમા મેન્નીશીયમ હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. જો આપ જલ્દી થાકી જાઓ છો તો તરબૂચના બીયા આપના માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ બીયા આપને થાકવા નહીં દે. આ બીયામાંથી ભરપૂર એનર્જી મળતી હોય છે. તરબૂચના બીયા હિમોગ્લોબીનને પણ નિયંત્રણમાં રાખે છે. અને શરીરમાં ખુબ સારી રીતે ઓક્સિજનના સંચાર માટે મદદ કરે છે.

જો આપ ડાયબીટિસના દર્દી છો તો આપે તરબૂચથી દૂર રહેવુ જોઈએ. પણ તરબૂચના બીયાથી દોસ્તી આપના માટે ફાયદાકારક સાબિત થશે. આ બીયા સુગર લેવલને પણ નિયંત્રમાં લાવવામાં મદદ કરશે. તરબૂચની બીયામાં સારી માત્રામાં પ્રોટિન અને અમીનો એસિડ હોય છે. બીયામાંના આરજિનાઈન અમીનો એસિડ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. મેગ્નેશિયમ પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

નાના હોય કે મોટા, બધા જ લોકોને ક્યારેને ક્યારે મસલ પેન રહેતો હોય છે. જો આપની સાથે પણ આવુ થાય છે તો તેનો ઈલાજ તરબૂચની બીયામાંથી મળી રહેશે. બીયા મસલ્સને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે. તરબૂચના બીયા બ્લડ પ્રેશરથી લઈને ડાયબિટીસના દર્દીઓને પણ ફાયદાકારક સાબિત થયા છે. તે હ્રદય માટે પણ સારા છે. આ બીયાથી થાકની સાથે સાથે મસલ પેનને પણ દૂર કરે છે. એટલુ જ નહીં પણ ઈમ્યુનિટીને પણ વધારે છે. આપ આ બીયાને સુકાવીને પછી ક્રશ કરીને સ્નેક્સમાં પણ ખાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version