Fashion

નવરાત્રી માટે ખરીદવી છે ચણિયાચોળી? તો ગોધરાની આ બજારની કરો ચોક્કસ મુલાકાત

Published

on

નવરાત્રી એટલેમાં અંબાની આરાધનાનો તહેવાર. જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે, તેમ તેમ બઝારમાં જુદી જુદી વસ્તુઓની ખરીદી પણ વધતી જાય છે. છેલ્લા 2 વર્ષ તો જાણે કોરોના એ નવરાત્રી ને ગ્રહણ જ લગાવી લીધું હોંય. પરંતુ હવે જ્યારે 2 વર્ષ ના લાંબા વિરામ બાદ ફરી વખત પહેલાની જેમ ગરબા થવાના હોંય ત્યારે ગરબા રસિકો દર વર્ષ કરતાં આ વર્ષે નવરાત્રી ને લઈને વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

નવરાત્રી ને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે આખું માર્કેટ ગ્રાહકોથી ભરચક થઈ ગયું હોંય તેમ જણાઈ આવે છે. ખાસ કરીને ચણિયાચોળી ના વેપારીઓમાં સારી ઘરાકી થઈ રહી હોવાથી ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે બઝાર માં ચણિયાચોલી ની ઘણી નવી નવી વેરાઇટીઓ જેમાં ગઝી સિલ્ક ચોલી, કોટન બેઝ ચોલી, લગડી પટ્ટા ના દુપટ્ટા પર ગઝી સિલ્ક ની ચોલી, વેસ્ટર્ન ચણિયાચોલી, ફેન્સી ચણિયાચોલી, કેડિયા સ્ટાઇલમાં ચોલી, વગેરે જેવી નયનરમ્ય ડિઝાઇનર ચણિયાચોલી જોવા મળી રહી છે. ગોધરા શહેર માં વેચાતી ચણિયાચોલી ઓ મુખ્યત્વે મુંબઈ, સુરત, રાજકોટ થી મંગાવામાં આવતી હોંય છે.

Want to buy Chaniyacholi for Navratri? So definitely visit this market in Godhra

ગરબા રસિકો માટે ખૂબ સારા સમાચાર છે કે, આ વર્ષે ચણિયાચોલી ના ભાવ માં કોઈ ખાસ વધારો થયેલ નથી. નાના બાળકો ની ચણિયાચોલી માત્ર 400/- થી શરૂ અને મહિલાઓ માટે ચણિયાચોલી માત્ર 1000/- થી શરૂ થઈ જુદા જુદા પ્રકાર ની ડિઝાઇન, ક્વોલિટી પ્રમાણે જુદી જુદી કિંમતમાં સરળતા થી મળી રહી છે.

ગોધરા શહેર ના વેપારી સાથે વાત કરતા જણાવેલ કે નવરાત્રી ને હજી 5 દિવસો બાકી છે તેમ છતાં તેઓ એ અત્યારસુધી માં 1200 થી વધુ ચણિયાચોલી વેચી છે. ઉપરાંત હજી ગ્રાહકો ની માંગ ને આધારે ચણિયાચોલી નો નવો સ્ટોક પણ મંગાવી ચૂક્યા છે. ગોધરા ના ચણિયાચોલી વેપારીઓ ના મતે જિલ્લા ભર માંથી લોકો ખરીદી કરવા ગોધરા આવી રહ્યા છે. આમ ગોધરા શહેર પણ રાજકોટ અને સુરત ની જેમ ચણિયાચોલી નું કેન્દ્ર બનતું જોવા મળી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version