Sihor

સિહોર સહિત પાંચ જિલ્લાઓેમાં વાહન-પશુધન ચોરતી ગેંગ ઝડપાઈ

Published

on

પવાર

અમરેલી પોલીસને સફળતા, સિહોરના સોનગઢ, ઘાંઘળી, ભાવનગર, અમરેલી, બોટાદ રાજકોટ, મોરબી, બોટાદ, સહિત 24 ચોરીઓના ભેદ ખુલ્યા: વાહન-રોકડ સહિત રૂ।.5.78 લાખનો મુદ્દામાલ જપ્ત

Vehicle-livestock stealing gang caught in five districts including Sihore

સિહોરના ઘાંઘળી અને સોનગઢ ગામે થયેલ બકરા ચોરીનો ભેદ ઉકેલાયો છે. વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને ઝડપી લેવા અમરેલી ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી વાહન ચોરીઓ તથા ઘેટા બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્યોને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી ડેડકડી ગામ જવાના રસ્તેથી આરોપી અક્ષય કાજાભાઇ (રહે. સનાળા, તા. વડીયા), રામકુ કાજાભાઇ (રહે. સનાળા,તા. વડીયા), સુનીલ કાજાભાઇ (રહે. લાઠી), ધીરૂભાઇ કેશુભાઇ (રહે. ચુંપણી, તા. હળવદ જિ. મોરબી) વાળાને રોકડારૂા. 3,000, વાહન, મોબાઇલ સહિતનો મળી કુલ કિંમત રૂા. 5,78,200ના મુદ્દામાલ ઝડપી લઈ સિહોરના સોનગઢ, અને ઘાંઘળી સહિત અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લાઓમાં થયેલ 24 ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. આમ વાહન-પશુઓની ચોરીની કબુલાત આપી હતી.

Exit mobile version