Sihor

અમરેલી જેલ સિપાઈ વળાવડ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

Published

on

પવાર

  • સિહોર પોલીસે વિદેશી દારૂ કાર મોબાઈલ મળી કુલ રૂપિયા ૨,૧૩,૭૫૦ નો મુદ્દા માલ કબજે લીધો ઝડપાયેલા શખ્સ પાસેથી ગુજરાત પોલીસનું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું

સિહોરના વળાવડ નજીકથી પસાર થઈ રહેલી કાર ને અટકાવી પોલીસે તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સિહોર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી ઉપર જ કરતા અન્ય બે શખ્સોના નામ ખુલવા પામ્યા હતા.

Amreli jail constable caught with car full of foreign liquor

સિહોર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ સિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વળાવડ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોય સ્થળ પર વોચ ગોઠવી પસાર થઈ રહેલા કાર નં GJ 01 RG 9855 ને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂની ૧૯ નંગ પેટી મળી આવતા અમરેલી જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા વિજય પ્રવીણભાઈ વાળા ( રહે ઘોઘારોડ કેલાશનગર ભાવનગર ) ની વિદેશી દારૂ કાર મોબાઈલ મળી

Amreli jail constable caught with car full of foreign liquor
Amreli jail constable caught with car full of foreign liquor

 

કુલ રૂપિયા ૨,૧૩,૭૫૦ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય નાજાભાઈ તથા અર્જુનભાઈ મકવાણા વાળા નામો ખુલતા સિહોર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઝડપાયેલા વિજય પ્રવીણભાઈ વાળા પાસેથી ગુજરાત પોલીસનું આઈડેન્ટિટી કાર્ડ પણ મળી આવ્યું હતું. ઝડપાયેલ શખ્સ અમરેલી જેલના સિપાઈ તરીકે ફરજ બજાવે છે.

Advertisement

Exit mobile version