Vallabhipur
વલ્લભીપુર હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો ; ટ્રક પલ્ટી 6 શ્રમિકો મોતને ભેટ્યા
પવાર – બુધેલીયા
રક્તરજીત હાઇવે પર ઘાયલોની કારમી ચીસો ગૂંજી ઊઠી, વલ્લભીપુરના મેવાસા નજીક ઘાસ ભરેલો ટ્રક પલ્ટી જતા 6 શ્રમિકોના મોત, ટ્રક ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત : ઘટનાના પગલે ભાવનગર જિલ્લામાં ભારે અરેરાટી : લીલો ઘાસચારો ભરેલો ટ્રેક એકાએક પલટી ગયો અને આંખના પલકારામાં 6 વ્યક્તિ મોતને ભેટ્યા
રાજ્યમાં વાહનોનું પ્રમાણ કૂકે ભૂસકે વધી રહ્યું છે ત્યારે અકસ્માતોના બનાવમાં પણ વધારો થઇ રહ્યો છે . આજે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે જેમાં એક સાથે 6 લાકોનાં મોત નિપજ્યા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. એક સાથે 6 લોકોના મોત થતાં પરિવારજનો આક્રદ છવાયો હતો. વલ્લભીપુર નજીકના મેવાસા ગામ પાસે આજે બપોરે ઘાસ ભરેલો ટ્રક પલ્ટી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી 6 શ્રમિકોના મોત નિપજેલ છે. આ ઘટનાના પગલે વલ્લભીપુર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ અકસ્માતની જાણ થતા જ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે.
આ ગમખ્વાર અકસ્માત અંગે મળતી સીલસીલાબધ્ધ વિગતો એવા પ્રકારની છે કે વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક ઘાસ ભરેલો ટ્રક પલ્ટી જતા આ હાઇવે ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો. આ ટ્રકમાં 12 થી 14 જેટલા શ્રમિકો મુસાફરી કરી હતા જેમાંથી 6 જેટલા શ્રમિકોના ગંભીર ઇજા થવાથી મોત નિપજેલ હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી જવા પામેલ હતો. આ બનાવની જાણ થતા જ તાલુકા પોલીસના કર્મચારી, 108 એમ્બ્યુલન્સ તેમજ સેવાભાવી યુવાનોએ ઘટના સ્થળે દોડી જઇ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ટ્રકમાં લીલો ઘાસચારો મુંગા પશુધન માટે લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે.
મેવાસા ગામ નજીક આજે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ઘાસચારો ભરીને જઈ રહેલું એક આઇસર ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે તેને કાબુ કરવા ભારે મહેનત કરી હતી અને બ્રેક મારતા ટ્રકના ટાયરો રોડ પર 15 મીટર જેટલા ઘસાય ગયા હતા પરંતુ ટ્રક કાબુમાં ન રહેતા પલટી મારી જઇ નજીકના ખાળીયા માં ઉતરી ગયો હતો. જ્યારે આ સમયે ટ્રકમાં રહેલા ઘાસચારા પર મજૂરો હોય જે ઘાસચારાના જથ્થા નીચે દબાઈ ગયા હતા અને ભારે બુમાબુમ મચી હતી. આ ઘટનાને પગલે રસ્તે જતા લોકો અને ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને ઘાસચારો હટાવી મજૂરોને બહાર કાઢ્યા હતા પરંતુ 6 મજૂરો જેમાં 4 પુરુષ અને 2 મહિલાનું અંદર ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ની સાથે જ મામલતદાર,પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે બીજા ઈજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ બનાવમાં વધું કાર્યવાહી હાથ ધરી છે.